________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૬ ). નિષ્ફળ છે, અથત ધર્મસાધના મેક્ષફળ અર્પનાર નથી. સમ્યકત્વવિને અન્તરાત્મસ્વરૂપનું લક્ષ્ય થતું નથી, અને ચિત્તવૃત્તિ બહિરાત્મભાવે રમે છે. સમ્યકત્વવિના અન્તર લક્ષ્ય થતું નથી, અને અન્તર આત્મસ્વરૂપનું લક્ષ્ય થયા વિના, આત્મધર્મા પણું ઘટતું નથી. અન્તર લક્ષ્ય થયા વિના ધમપણું ઘટતું નથી, તે દર્શાવે છે.
ફુar चित्त न लाग्युं लक्ष्यमां, अन्यभावमा चित्त । धर्मी नाम धरावतां, कबहु न होय पवित्र, ॥१०॥
આત્માની પરમાત્મદશા પ્રાપ્તવ્ય છે, આત્મ લયમાં ચિત્ત લાગ્યું નહીં અને અન્યભાવમાં ચિત્ત પરિણમે છે તે ચિત્તવડે આત્મપાગતા સેવાતી નથી, અને ચિત્તમાં પૌદ્ગલિક વસ્તુઓ સંબંધી હજારે વિચારે પ્રવેશ કરે છે, અને નીકળે છે. અનેક વિષયના વ્યાપારને ચિત્ત કર્યા કરતું હોય, ક્ષણવાર પણ સ્થિરતાથી, ચિત્ત આત્મામાં લીન થતું ન હોય, અનન્ય પ્રેમભક્તિભાવે જે મને દ્વારા આત્માનું આરાધનપણું થતું ન હોય, તે ધમી એવું નામ ધરાવાથી પણ આત્મા પવિત્ર થતું નથી. મનઃ સંયમ દ્વારા આત્મા પવિત્ર થાય છે. આસનવાળીને બેસે, આંખે મી, પણ મન જે દશ દિશાએ જ્યાં ત્યાં
For Private And Personal Use Only