________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
છપાવવામાં આવી હતી તે ઘણી ખરી ખપી ગઈ હતી, જૈનકેમ તેમજ જૈનેતર કેમ તરફથી પણ તેની ઘણી માગણીઓ થતી હતી. તેથી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળના વહીવટ કરનારસુશ્રાવક વકીલ શા. મેહનલાલભાઈ હિમચંદભાઈ વિગેરેની વિનંતિથી આત્મ પ્રકાશ ગ્રંથ છપાવીને અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ ગ્રંથમાળાના મણકા તરીકે પ્રસિદ્ધ કરવાની ઈચ્છા થઈ. એવા પ્રસંગમાં વિ. સ. ૧૯૮૦ ના પેષ વદિ ૯ ના રોજ મહુદ્ધ મધુપુરી) માં માણસાના સુશ્રાવક શા. વીરચંદ કૃષ્ણજી દર્શનાર્થે આવ્યા હતા, તેમણે તે વખતે ત્યાં આત્મ પ્રકાશની દ્વિતીયાવૃત્તિ પણ પિતાની બીજી પત્ની શ્રાવિકા સમરથના સ્મરણાર્થે છપાવવાની ઈચ્છા પ્રસિદ્ધ કરી અને તે ઈચ્છાને વકીલ શા મેહનલાલભાઈ હિમચંદભાઈએ માન્ય રાખી અને આત્મપ્રકાશ ગ્રંથ છપાવવા માટે વડોદરા લુહાણામિત્ર સ્ટીમ પ્રેસમાં સ. ૧૯૮૦ ના જેઠ માસમાં આવે અને તે ગ્રંથ સ, ૧૯૮૧ ના પોષ માસમાં સંપૂર્ણ છપાઈ ગયે. શા. વીરચંદભાઈ કૃણાજીએ આ ગ્રંથ છપાવવામાં રૂ. ૪૦૦ ની મદદ કરી છે. અત્મિપ્રકાશ ગ્રંથના ફરમાં સુધારવામાં અમને પેથાપુરવાસી શા રમણિકલાલ ડાહ્યાભાઈ તથા શા મોતીલાલ પાનાચંદ તથા શા મણિલાલ હીરાચંદ વિગેરે એ ચોમાસામાં સહાય કરી છે. માટે તેમને ધન્યવાદ આપવામાં આવે છે. આ ગ્રંથનું અશુદ્ધિ શુદ્ધિપત્રક પણ આ
For Private And Personal Use Only