________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૭) રેતી પીલતાં, તેલ નીકળતું નથી, તેમ આશાના સંગથી કદી સુખ થતું નથી. જે પ્રાપ્ત થવાનું છે, તે થવાનું છે. તે સંબંધી નાહક વિકલ૫ સંકલ્પરૂપ ચિંતારૂપ દાવાનલમાં પડવાથી દુઃખજ પ્રાપ્ત થાય છે. આકાશમાં જેમ આકાશીયપુ૫ ઉન્ન થાય નહી, તેમ પરવસ્તુની આશાથી કદી પણ સત્યસુખ થાય નહીં. કેટલાક મનુષ્ય રાજ્યની આશામાં પરભવમાં ચાલ્યા ગયા, કેટલાક ધનની આશામાંજ મૃત્યુ પામ્યા. કેટલાક જ આશાથી જરા માત્ર પણ ઉંઘતા નથી. આશારૂપ અગ્નિના સંગથી જીવ સદાકાળ તત રહે છે. આશા સંબંધી કબીર કહે છે કે
माया मरी ओर मन मरे, मर मर गए शरीर ।। आशा तृष्णा ना मरी, लिख गए दास कबीर ॥ १ ।
કબીરભક્ત પણ આશાનું આવું માહાતમ્ય બતાવે છે; આશા હૃદયમાં શક્તિની પેઠે વસ્યા કરે છે. આશામાં અનેક દુઃખ સમાયાં છે. તે ઉપર એક દષ્ટાંત કહે છે. “એક નગરમાં પિંગલા નામની એક વેશ્યા રહેતી હતી. તે રૂપ અને લાવણ્યથી બહ શેભતી હતી. એક દિવસ તે સવારના પહેરથી ધનિક પુરૂષની આશાએ ગેખમાં સુંદર શણગાર સજીને બેઠી, પણ કોઈ તેની પાસે આવ્યું નહીં. સાયંકાળ થવા આવી, પણ કઈ પણ ગ્રહસ્થ તેને મળે નહીં. પિંગલા વેશ્યાએ વિચાર કર્યો કે કઈ રાત્રીના વખતમાં
For Private And Personal Use Only