________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પ૩૯) દુર્મતિયોગે સંકચિત દૃષ્ટિ થવા લાગી, પણ હવે પાછે જમાને બદલાય છે. આર્યજૈનો બ્રિટીશ સરકારે પ્રસારેલી શાન્તિને લાભ લેઈ, ધર્મમાર્ગની પરીક્ષા કરવા લાગ્યા છે અને પૂર્વના આર્યજૈનેની વ્યાવહારિક તથા આધ્યાત્મિક ઝાહેઝલાલીના ઉપાયોને આચારમાં મૂકવા ચર્ચા કરવા લાગ્યા છે.-આખી દુનિયામાં આત્મિક વસન્તને ફેલા કરવાના ઉપાયો વિચાર કરવા લાગ્યા છે. શ્રીમદ્ આનન્દઘનજીએ પોતાના હૃદયમાંથી-અઢારમા સૈકામાં કાઢેલા વસન્તના ઉભરાઓની હવે કિસ્મત થવા લાગી છે. વ્યાવહારિક જ્ઞાનના વિશાલ ક્ષેત્રમાં ઘમનારા વિદ્વાનો હવે આધ્યાત્મિક વસન્ત તરફ વળવા લાગ્યા છે. પચાસ વર્ષ પહેલાં જે જ્ઞાનને પ્રકાશ નહોતે તે હવે થવા લાગે છે. ત્રેવીસ ઉદય પૈકી અમુક ઉદયનાં ચિન્હો હવે પ્રકટવા લાગ્યાં છે અને તેથી, આર્યજૈન-આર્યાવર્ત વગેરે દેશમાં ધાર્મિક જ્ઞાનનાં કિરણો ફેલાવશે અને લોકેના હૃદયમાં જૈનધર્મમાટે ઉચ્ચ અભિપ્રાય પ્રગટાવશે. શ્રીમદ્ આનન્દઘને વસન્તનો અનુભવ કરીને શબ્દો વડે વસન્તનું બીજ વાવ્યું હતું, તેવખતે લોકો તેમના બીજને હસી કાઢતા હતા; પણ હાલ તે બીજમાંથી અંકુર ફુટી નીકળ્યો છે. હવે આત્મવાદને ફેલાવો કરવા માટે અનેક મહાત્માઓ ઉપદેશ ક્ષેત્રમાં યુવાવસ્થામાં આત્મભેગ આપીને-કૂદી પડવાના અને અનાર્ય ક્ષેત્રોમાં પણ આત્મવાદનો પડઘા પડવાને અને ત્યાંના ભવ્ય છે પણ જાગ્રત્ થવાના, અર્થાત્ પૂર્વના જેવા સરલ અને પરોપકારી મનુષ્યનું અનુકરણ કરનારા મનુષ્ય પ્રગટ થવાના. ભવિષ્યની પ્રજાને અધ્યાત્મ માર્ગમાં પ્રવેશ થાય તે માટે “આ વખતે લેખકે, ગ્રન્થ લખીને તત્ત્વ માર્ગમાં પડેલા કાંટા અને અન્ય વિઘોને હઠાવે છે. હવે આપણે આધ્યાત્મિક વસન્તને પ્રગટાવવા માટે શું કરવું જોઈએ? એ પ્રશ્નને ઉત્તર નીચે પ્રમાણે છે. અધ્યાત્મ એવા શબ્દો બોલીને બેસી રહેવાથી કંઈ કાર્ય સિદ્ધ થવાનું નથી, પણ જૈન ગુરૂકૂળ દેશે દેશ સ્થાપવાં જોઈએ અને જૈનબાળકને સંસ્કૃત આદિ ભાષાદ્વારા જૈનતત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરાવવો જોઈએ. જૈનગ્રહસ્થાએ સાત ક્ષેત્રોનું વિવેક દૃષ્ટિથી પોષણ કરવું જોઈએ. જૈન ધર્મના આચારો અને વિચારેને ફેલાવો કરવા માટે અન્યધર્મીઓના મીશનની પેઠે અનેક ઉપાય જવા જોઈએ. સાત નયના જ્ઞાનને ફેલાવે કરવો જોઈએ. અધ્યાત્મ માર્ગનું જ્ઞાન કરીને વ્યવહાર ધર્મના આચારેને કદાપિ ત્યાગ ન કરવો જોઈએ. કિયાગ, જ્ઞાન, ભક્તિયોગ, આદિ અનેક યોગેનું યથાશક્તિ સેવન કરવું જોઈએ. ગૃહસ્થ કદાપિકાળે શ્રાવકના આચારને ત્યાગ ન
For Private And Personal Use Only