________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(પ૩૩) ક્ષાયિકભાવે સાક્ષાત્ દર્શન ન થાય તો પરભવમાં પણ તમારાં દર્શન હું અવશ્ય કરીશ, એવી શ્રીમદ્દની ઉત્તમ અભિરૂચિ આ પદમાંથી વ્યક્ત થાય છે. આનન્દને ઘન જેમાં છે એવા આત્માનો સાક્ષાત્ દર્શન કરવાને માટે શ્રીમદ્દી અત્યંત રૂચિ છે, પણ પરોક્ષદશામાં દર્શન થઈ શકતા નથી-આત્માનું અનુભવદર્શન તે હેઈ શકે, પરંતુ કેવલજ્ઞાનવિના આત્માનું સાક્ષાત દર્શન થઈ શકે નહિ. તેમણે કાશીના કરવતના સંકેતથી એમ સૂચવ્યું છે કે, હું તમારા દર્શન માટે તલસું છું અને પરભવમાં સાક્ષાત દર્શન કરવાને દઢ પ્રતિજ્ઞા ધારણ કરું છું.
શ્રીમદની આત્મદશાનું અનુકરણ કરીને આપણે પણ તેમની પેઠે પરમાત્મપ્રભુનું દર્શન કરવા માટે અભિરૂચિ પ્રકટાવવી જોઈએ. આત્મા પિતાના જ્ઞાનાદિ સદ્દગુણોને પ્રેમી બને, એવા ઉપાયોને આદર કરવો જોઈએ. આત્માના ગુણે આત્મામાં જ છે અને તે આત્માની સેવાવડે આત્મા જ પ્રકટાવે છે. ઉપાદાનરૂપ કારણું ખરેખર સુધર્યાવિના આત્મા તે પરમાત્મારૂપ બનતું નથી. આત્માને પરમાત્મારૂપ બનાવવા માટે પુષ્ટ નિમિત્ત કારણેનું ખાસ અવલંબન કરવું જોઈએ. આત્માના ગુણ માટે જેઓ અત્યંત ઉત્સાહ ધારણ કરે છે તેઓ આત્માના ગુણેને અમુક અમુક અંશે કર્મવરણે ખેરવીને પ્રગટાવતા જાય છે.
આત્માની પ્રાપ્તિ માટે મન, વાણી અને કાયાનું મમત્વ વોસિરાવવું જોઈએ. દેશને માટે યોદ્ધાઓ, કાયાના મમત્વનો ત્યાગ કરીને યુદ્ધમાં શરીરને છોડે છે,કેટલાક મરે છે, કેટલાક જીવે છે અને અને સ્વદેશને હસ્તગત કરે છે. મનુષ્યો મરણીયા થયા વિના પરમાત્મરૂપ દેવને પ્રાપ્ત કરી શકતા નથી. કર્મચૂરા કરતાં અનતગુણ શૂરતા પ્રગટાવીને ધર્મરે મેહરાજાના સામું યુદ્ધ કરીને પિતાના દેશને તાબે કરે છે. આત્મા! આત્મા ! એમ ફનોગ્રાફની પેઠે બોલવા માત્રથી કંઈ વળવાનું નથી. આલસ્ય, મમતા અને ભયાદિકને ત્યાગ કરીને આત્માના ગુણેનું મનન કરે. જે જે ઉપાયોથી આત્માના ગુણો પ્રગટ થાય, તે તે ઉપા
માં સત્વર જોડાઓ. આત્મારૂપ મહાસાગરમાં ડુબકી મારીને તેમાંથી રતો કાઢે. આત્માના અનુભવી એવા સત્પરૂષની સંગતિ કરીને આત્માના ગુણોનું સમરણ કર્યા કરે–શરીરમાં વસનાર આત્માને જે પરિપૂર્ણરીતે જાણે છે તેને બાહ્ય દુનિયાની સ્પૃહા રહેતી નથી. આ ભાના ગુણે પ્રકટાવવાને માટે મોહની સાથે યુદ્ધ કરનારા આ જગમાં વિરલા છે. જડ વસ્તુઓના રાગાદિવડે, આત્માઓની સાથે યુદ્ધ કરનારા મનુષ્ય પગલે પગલે જ્યાં ત્યાં દેખવામાં આવે છે, તેમજ અધ્યાત્મ
For Private And Personal Use Only