________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૧ )
सब कलियनको रस तुम लीना, सो क्यूं जाय निरासी.
}} મમા॰ જિ॰ ॥ ૨॥
आनन्दघन प्रभु तुमारे मिलनकुं, जाय करवत ल्यू હ્રાસી. ॥ મમા॰ જિ॰ || રૂ૫
ભાવાર્થ:સમતાના પતિ આત્મા છે,-આત્માને ભ્રમરના સંકે તથી સમતા બોલાવે છે; તત્ સંબન્ધી અત્ર વિવેચન કરવામાં આવે છે. સમતા પેાતાના આત્મારૂપ ભ્રમરને કથે છે કે, ભ્રમરાની પેઠે પાંચ ઇન્દ્રિયાના ત્રેવીશ વિષયરૂપ પુષ્પાના વિષયસને ગ્રહણ કરનાર હે આત્મન્ ! તું કેમ ઉદાસી મન્યા છે? આત્માને સદ્ગુરૂના સમાગમ થતાં તેને-વિષયરસને ગ્રહણ કરતાં–ઉદાસીનતા જણાઈ, તેથી તે સર્વત્ર કરે છે પણ તેને કેોઈ વિષયરૂપ પુષ્પાથી આનંદ પડતા નથી; આવી આત્મારૂપ ભ્રમરની દશા દેખીને સમતા કયે છે કે અહા! તું કયા ગુણથી ઉદાસી બન્યો છું? આત્માને વૈરાગ્ય થયા છે તેથી તે ઉદાસીન બન્યા છે એમ તેના સમજવામાં છે, તાપણ તે પોતાના સ્વામી ઉપર અત્યંત પ્રેમ છે તેથી એમ કહે છે. કર્મસહિત આત્મારૂપ ભ્રમરની રાગ અને દ્વેષરૂપ એ પાંખેાકાળી છે અને પદાર્થોના ભાગરૂપ મુખ પાળું છે; તે સાંસારિક સર્વ વિષયરૂપ પુષ્પામાં વાસ કરીને વાસી બન્યો છે. તેથી સમતા, તેની બે પાંખાને કાળી અને તેના મુખને પીળું કથે છે. સમતા પેાતાના આત્મરૂપ ભ્રમરને કથે છે કે, તમે વિષયરૂપ પુષ્પાની સર્વ કલીકાઓને રસ લીધા છે અને હવે નિરાશ થઇને કેમ જાગે છે, અર્થાત તેનાં કહેવાના સારાંશ એ છે કે, તમાને વૈરાગ્યભાવ થયો તેની પહેલાં સર્વ વિષય પુષ્પાના રસ સ્વાદતા હતા, તે હવે કેમ તેમ કરતા નથી? અર્થાત્ તેમાં સુખની આશાને ત્યાગ કરીને કેમ જાએ છે? આમ કહીને તે પેાતાના હૃદયના એવા ભાવ જણાવે છે કે, તમા બાહ્ય વિષયરૂપ પુષ્પાના રસભાગથી નિરાશ થયા છે તા નિરાશ બનીને બેશી ન રહેા; તમેા મારીપાસે આવા અને અનુભવરસનું પાન કરો. આન્તરિક સમતારૂપે વહૂના શુભાષ્યવસાયરૂપ પુષ્પામાંથી નીકળતા એવા અનુભવ અમૃતરસનું પાન કરે; તેથી તમારા અન્તરમાં આનન્દના મહાસાગર પ્રગટશે.
સમતા પોતાના સ્વામિને કથે છે કે, તમે હવે સર્વ પરવસ્તુઓમાંથી સુખની બુદ્ધિના ત્યાગ કરીને મારીપાસે આવે. ભ્રમરની પેઠે સહજાનન્દ રસના ભોગી એવા હું આત્મપ્રભા ! તમને મળવાના
For Private And Personal Use Only