________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૩) प्रीति अनंति परथकी, जे तोडे हो ते जोडे एह ॥ परमपुरुषथी रागता, एकत्वता हो दाखी गुणगेह ॥ ॥रुषमः ॥
અનાદિકાલથી પરવસ્તુમાં થનાર પ્રેમને, આત્માના ઉપર ધારણ કરવો જોઈએ. પરવસ્તુમાં થએલી અનંત પ્રીતિને જે તેડે છે તે આત્મામાં પ્રીતિને જોડે છે. આત્માના ઉપર જે ખરેખર પ્રેમ પ્રગટ્યો તો જાણવું કે પરમાત્મપદ પ્રાપ્તિમાં વાર લાગવાની નથી. પ્રીતિ અર્થાત પ્રેમ પણ એક ધર્માનુષ્ઠાન છે. પરમાત્માના ઉપર અને સત્તા પરમાત્મત્વ જેમાં રહ્યું છે એવા પિતાના આમાઉપર પ્રેમ ધારણ કરવાથી, મનુષ્યને ધર્મનું પગથીયું પ્રાપ્ત થાય છે. પ્રશસ્ય પ્રેમ ( પ્રશસ્ય રાગ)થી આત્માના ધર્મની પ્રાપ્તિ થાય છે. સિદ્ધાંતમાં પણ તે સંબન્ધી કયું છે કે,
सो सुपसथ्थो रागो, धम्मसंयोगकारणो गुणदो ॥
पढमं कायवोसो, यत्तगुणे खवइ तं सव्वं ॥१॥ અરૂપી, અજ, અવિનાશી, એવા આત્માના ઉપર રાગ વા પ્રેમ ધારણ કરવાથી આત્માના ગુણોનો આવિર્ભાવ થાય છે. ગુણે પ્રગટ બાદ આત્માની પરમાત્મદશા થાય છે. દશમા ગુણસ્થાનક પર્યન્ત રાગનું જોર હોય છે. આમાના ગુણેમાં અત્યન્ત રાગ યાને પ્રેમ થવાથી આત્મામાં આત્મા રમણતા કરે છે અને આત્માને જ આત્મા ખરેખર અનઃસુખભેગરૂપ ફળ આપે છે. આત્મા પિતાની શક્તિ વડે પોતાને થાય છે-સંપ્રદાનકારક પણ આત્મામાં જ પરિણમે છે અને તેથી અસંખ્ય પ્રદેશથી અનન્તકમેની વગેણું ખરે છે. અનન્તગુણને આધાર આમાજ પોતે અસંખ્ય પ્રદેશરૂપ છે. આત્માની પ્રીતિ થવાથી શુદ્ધપણે આત્મામાં છ કારક પરિણમે છે. અશુભપ્રેમ પોતે શુભપ્રેમરૂપની પરિણતિરૂપે બનીને આત્માના ગુણે પ્રગટાવી શકે છે.
સમતાના કહેવા પ્રમાણે–ખરેખર આમસ્વામિવિના તેની તેવી દશા થઈ શકે છે, અર્થાત્ આત્મસ્વામીવિના તેના પ્રાણ રહેવાના નથી; એમ પોતે વદે છે તે સત્ય જણાય છે. આ ઉત્તમ મોક્ષમાર્ગ હેતુભૂત પ્રેમ તે સત્ય પ્રેમ છે. ખરેખર તે જેના હૃદયમાં પ્રગટે છે તે પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે. સમતાના ઉદ્ગારોથી આપણે પરમાત્મપદ પ્રાપ્ત કરવા પ્રયત કરવો જોઈએ.
वैषयिक प्रेमनो त्याग. પાંચ ઈન્દ્રિયોના ત્રેવીશ વિષયોમાં જે પ્રેમ થાય છે તે વૈષયિક પ્રેમ ગણાય છે. મનથકી પણ પર-જડવસ્તુસંબધી જે રાગ થાય છે તે પણ વૈષયિક પ્રેમ કથાય છે. એવા વૈષયિક પ્રેમનો ત્યાગ કરવાની આવશ્યકતા છે.
For Private And Personal Use Only