________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૬ ) એજ ધર્માનુષ્ઠાનરૂપ વનસ્પતિઓના રસભૂત છે. શ્રદ્ધાવિનાને મનુષ્ય સશયના વિચારોથી નષ્ટ થાય છે, અને અનેક મનુષ્યોને નષ્ટ કરે છે. આત્માને અનુભવગમ્ય કવિના આનન્દની છાયા સર્વ પ્રસંગમાં દેખી શકાતી નથી. ખરી આત્મશ્રદ્ધા એ રેડીયમ ધાતુસમાન છે. આત્મશ્રદ્ધા વિના સેવા અને ભક્તિમાં ખરે આમરસ વહી શકતો નથી અને તેથી મનુષ્ય સેવાભક્તિનાં અનુષ્ઠાનમાં શુકતાની વૃદ્ધિ કરે છે. આત્મજ્ઞાન જેટલા જેટલા અંશે વધતું જાય છે તેટલા તેટલા અંશે આત્મશ્રદ્ધા વધતી જાય છે, અને તે અન્ય ગુણોને ધારણ કરવાને પૃથ્વીની ઉપમાને ધારણ કરી શકે છે. આત્મજ્ઞાન વડે આત્મશ્રદ્ધામાં પરિણામ નહિ પામેલા મનુષ્યો પોતાને વિશ્વાસ અનેઉપર બેસાડવા સમર્થ થતા નથી. પ્રમાણિકતાનું ખરું કારણ આત્મશ્રદ્ધા છે. જેઓ આત્માને આત્મભાવે જાણીને, આત્માની શ્રદ્ધાના રસવડે મનને મજબુત કરે છે, તેઓની કિસ્મત આંકી શકાતી નથી. શરીર કરતાં શરીરમાં રહેલા આત્માની શ્રદ્ધાને વિશેષતઃ માન આપવાની જરૂર છે. શરીરમાં રહેલા આત્માને ઓળખે, તેની શ્રદ્ધા કરે, અને જે જે કાર્યો કરે તેમાં આત્મશ્રદ્ધાને આગળ કરે. આત્મશ્રદ્ધાથી હાથમાં ધરેલાં કાર્યો કરવામાં દેવતાઈ સહાસ્ય મળી શકે છે એમ નક્કી માનશે. મનુષ્ય, પિતાના આત્માને એક ગરીબ કંગાલ ગણુને પોતાના હાથે પિતાને તિરસ્કાર કરીને આગળ વધી શકતા નથી. પિતાના આત્માની સિદ્ધસમાન સત્તા છે; તેની શ્રદ્ધા થયાવિના આત્માની શક્તિને વ્યક્ત કરવા માટે ઉદ્યમ કરી શકાતો નથી, અને ઉદ્યમ કરતાં છતાં પડતાં એવાં વિદ્યાની સામે ટકી શકાતું પણ નથી. આત્મશ્રદ્ધા વિનાને મનુષ્ય ડરાવ્યાથી વા વિડ્યોથી પાછા હઠી જાય છે; તે ખરા નિશ્ચયને મેરૂપર્વતની પેઠે અડગ રાખી શકતો નથી. તે કિયા વા ધર્માનુષ્ઠાનમાં દુ:ખ આવી પડતાં કૂતરાની પિઠે ઉભી પૂંછડીએ કાર્યક્ષેત્રમાંથી પાછા ભાગી જાય છે. આત્મબળને એકત્ર કરીને તેને કોઈપણ કાર્યમાં વાપરવાનું હોય તે તે આત્મશ્રદ્ધાવિના બની શકતું નથી. આત્મશ્રદ્ધા એજ વિજય વરમાળા છે. આત્મશ્રદ્ધાથી મનુષ્ય આનન્દત્સાહથી ધર્મકાર્યો કરે છે, અને તેઓ દુઃખમાં પણ કર્મવાદના સિદ્ધાંતોને અવધતા હોવાથી અકળાતા નથી, અને મગજની સમતોલન જાળવીને આત્મપ્રદેશમાં રહેલા ધર્મોને ખીલવે છે. આત્મવાદીએ આત્મશ્રદ્ધાથી પરિપકવ બનેલા હોય છે તેથી તેઓ કર્મપ્રમાણે સુખદુઃખના વિપાકને ભેગવતા છતા સમત્વને ખતા નથી. આતમવાદીઓ પુનર્જન્મની શ્રદ્ધાવાળા હોવાથી સતકાર્યો કરવામાં નિષ્કામબુદ્ધિથી પરિપૂર્ણ આમભેગ આપી શકે છે. જે જે કંઈ શુભ કાર્ય
For Private And Personal Use Only