________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦૮)
૬ ૨૦૩.
(રાગ શેરવો.) શષ મન મા જ રે | મુ. | आठ पहोरकी साठज घडीयां, दोघडीयां जिन साजीरे ॥प्रभु०॥१॥ दान पुण्य कछु धर्म करले, मोहमायाकुं त्याजीरे. प्रभु०॥२॥ आनन्दघन कहे समज समजले, आखर खोवेगा बाजीरे.॥प्रभु०॥३॥
ભાવાર્થ-શ્રીમદ્ આનન્દઘનજી ભવ્ય જીવને ઉપદેશ દેતા છતા થે છે કે, હે ભવ્ય જીવ ! તું શા માટે સાંસારિક પ્રપન્ચોમાં પ્રવૃત્તિ કરી રાગ અને દ્વેષમાં અબ્ધ બને છે. તું શ્રીવીતરાગપ્રભુને ભજી લે. તું વીતરાગને ભજે તો મારું દીલ રાજી થશે. અષ્ટપ્રહરની સાઠ ઘડી છે, તેમાંથી જિનવરની ભક્તિમાં બે ઘડી તે ગાળ ! બે ઘડીનું સામાયક કરીશ તે તને મહાલાભ પ્રાપ્ત થશે. બે ઘડીના સામાયકભાવમાં રહીને અનેક જી મુક્ત થયા અને ભવિષ્યમાં થશે. સમતાભાવમાં જે દ્વિઘટિકા ગાળવામાં આવે છે તે આત્માનું જીવન ઉચ્ચ થયાવિના રહેતું નથી. બે ઘડીના સમતાભાવની અસર અન્યકાળમાં પણ થયાવિના રહેતી નથી અને તેથી રાગ અને દ્વેષની પરિણતિ મન્દ પડે છે. રાગ અને દ્વેષની પરિણતિ મન્દ પડતાં આત્માભિમુખ પ્રવૃત્તિ થાય છે. દુર્ગુણેને ટાળવા ઉચ્ચ વિચારે ઉત્પન્ન થાય છે અને તેથી સગુણાની વૃદ્ધિ અંશે અંશે થયા કરે છે. પ્રભુભક્તિમાં અપૂર્વ આનન્દરસ ઉદ્દભવે છે. પ્રભુના સગુણેને ધ્યેયરૂપે સ્વીકારીને આત્મારૂપ ધ્યાતા, અપૂર્વ અનુભવને પ્રાપ્ત કરી શકે છે. પ્રભુના ગુણેને લેવા માટે જ પ્રભુનું ભજન કરવાની આવશ્યકતા છે–પ્રભુ શ્રી મહાવીર સ્વામીના જેવી ક્ષમા પ્રાપ્ત કરવાની જરૂર છે. પ્રભુ મહાવીર જેવી માદેવતા પ્રાપ્ત કરવા માટે પ્રભુભક્તિની આવશ્યકતા સિદ્ધ કરે છે. પ્રભુ મહાવીર જેવા જ્ઞાન-દર્શન અને ચારિત્રાદિ ગુણે પ્રાપ્ત કરવા માટે પ્રભુ મહાવીરની ભક્તિની આવશ્યકતા સિદ્ધ કરે છે, માટે હે ભવ્યજીવ! તું પ્રભુની ભક્તિ કરી લે ! શ્રીમદ્ કથે છે કે, હે ભવ્ય ! દાન પુણ્ય વગેરે તારાથી બને તે વ્યવહારધર્મને સાધી લે. દાનના પાંચ ભેદ છે તેને યથાશક્તિ સેવી લે! દાન દેવાથી ઉચ્ચગતિની પ્રાપ્તિ થાય છે; સર્વ ધર્મમાં દાનની પ્રથમ આવશ્યકતા છે. પુણ્યાનુબંધી પુણ્યના હેતુઓને સેવીને મુકિત સન્મુખ દષ્ટિ રાખ,-વ્યવહારનયવડે પુણ્યતત્ત્વ આદરવા યોગ્ય છે. મેહમાયાનો ત્યાગ કરીને આત્મામાં રમણતા થાય તેમ
For Private And Personal Use Only