________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯૩) સુખ આસ્વાદવાનું છે. મુનિયે આત્માના સુખની પ્રતીતિથી જગતના પૌલિક સુખને અંઠ સમાન સમજે છે. જે મનુષ્યોને આત્મસુખની પ્રતીતિ થઈ નથી, તેઓ પૌલિક સુખને માટે દુનિયામાં રણના રેઝની પેઠે ભટકયા કરે છે. બાહ્યના મનોહર પદાર્થોમાં પણ ભેગબુદ્ધિ ન થાય તેનું કારણ ખરેખર આત્મસુખનો વિશ્વાસ છે. આત્માના સુખનો અનુભવ આવે છે ત્યારેજ બાહ્ય પદાર્થોમાંથી સુખબુદ્ધિનો વિશ્વાસ ટળે છે. યોગીએ આત્માના શુદ્ધાનન્દરસમાં સદાકાલ રાચી માચી રહે છે. અપ્રમત્ત દશાને અનુભવનારા મુનિવરો ખરેખર પરમ સુખની ઝાંખી અનુભવે છે. પાંચે ઈન્દ્રિયોના વિષયમાં- “વિષ્ટામાં ભૂંડની પેઠે રાચવા માચવાનું છે તો આત્મસુખને નિશ્ચય થયો નથી એમ જાણવું. જેને આત્માનન્દના ભેગમાં પ્રેમ છે તેને લલનાઓના ભેગાસંબધની ઈચ્છા રહેતી નથી. જે સ્ત્રીઓના અંગસંબન્ધમાં સુખ માન્યા કરે છે અને તેમાં પ્રવૃત્તિ કરે છે, તેઓને ખરેખર ભાવ અધ્યાત્મરસને ભેગ પ્રાપ્ત થયેલ નથી એમ સમજવું. આત્માના શુદ્ધ રસને જેને રોમેરેામે શુદ્ધ પ્રેમ પ્રગટો છે, તેને પાંચ ઇન્દ્રિયોના પૌદ્રલિક સુખમાં કદી આનન્દ પડતો નથી. જ્ઞાનીઓ પ્રારબ્ધના યોગે–આહાર, પાન, વિહાર, આદિની ક્રિયાઓ કરે છે, પણ તેનું ચિત્ત તો આત્માના શુદ્ધધર્મમાં લાગી રહેલું હોય છે. અપ્રમત્ત દશાનો અનુભવ કર્યા પશ્ચાત પ્રમત્ત ગુણસ્થાનકમાં આવનાર મુનિવરેના હૃદયમાં તે આત્મિક સુખ જ વાસ કરીને રહે છે. આ ત્માના શુદ્ધગુણમાં રમણ કરનારાઓ આજ કારણથી સાંસારિક ઉપાધિથી દૂર રહીને સંસારનો ત્યાગ કરે છે. સંસારનો ત્યાગ કરીને -દીક્ષા અંગીકાર કરીને-મુનિવરે આત્માના સગુણેને પ્રગટ કરવાની સાધના સાધે છે. ઉપાધિયોથી નિવૃત્ત થયાવિના મનને આત્માના શુદ્ધસ્વરૂપમાં સ્થિર કરી શકાતું નથી. આત્માના શુદ્ધસ્વરૂપમાં મનને રમાવવાને માટે સંસાર ત્યજીને દીક્ષા અંગીકાર કરવાની ખાસ જરૂર છે. મુનિવરે આત્મસુખને અનુભવ લઈને દુનિયાને પણ સહજ સુખને લાભ આપવાને માટે ઉપદેશ દે છે અને મનુષ્યને આત્મસુખની શાલાના વિદ્યાર્થિો બનાવે છે. જેટલા સંસાર ત્યાગીને સાધુઓ થયા છે તેટલા એ એકદમ કંઈ આત્મસુખને ભોગવનારા બની શક્તા નથી. કેટલાકતો તેમાંથી પહેલી ચોપડીના અભ્યાસકોની પેઠે આત્મસુખશાળાની પહેલી પડીને ભણનારા હોય છે. કેઈ બીજી, કેઈ ત્રીજી, કેઈ ચોથી અને કેાઈ પાંચમી, કેઈ છઠ્ઠી, અને કઈ સાતમી ચેપરનો અભ્યાસ કરનારાઓની પેઠે અપ્રમત્ત ગુણસ્થાનક સુખનો અનુભવ કરનારા પણ હોય છે. આત્મસુખની શ્રદ્ધા ધારણ કરીને પ્રથમ
For Private And Personal Use Only