SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૯૧ ) તેજસ્વીપણું વધે છે. આવી ધ્યાનસમાધિ દશામાં રમણતા કરનારાઓ શુદ્ધ ધર્મરૂપ રનના વ્યાપારી હેવાથી, તેનાથી ઉતરતા એવા નીચા ગુણસ્થાનકના બાહ્ય ક્રિયારૂપ ધર્મને પસંદ કરતા નથી. તેઓ કદાપિ કઈ જાતના પ્રમાદથી નીચેના ગુણસ્થાનકમાં અમુક વખતમાં પાછા આવી જાય છે તો પણ, તેઓને ભેગવેલા સહજ સુખનું સ્મરણ થયા કરે છે. જેમ કેઈ દુગ્ધપાકનું ભોજન કરે છે પશ્ચાત્ તેને વાતિ (ઉલટી) થાય છે તેપણ, દુગ્ધપાકના જમણની મીઠાશનો સ્વાદ તેના સ્મરણમાં તાજો રહે છે. તે મનુષ્ય દુગ્ધપાકના અભાવે બાજરીના જેટલા વગેરેનું અધિકારગે ભેજન કરે છે, તેપણું દુગ્ધપાકની મીઠાશ તેના સ્મરણમાંથી જતી નથી. અધ્યાત્મજ્ઞાની અને દ્રવ્યાનુગ જ્ઞાની, એવા ધ્યાનસમાધિધારક મુનિરાજ અપ્રમત્ત ભાવમાં શુદ્ધાનદરસનું અમૃત ભેજન કરીને તેના સુખથી ત્રણ ભુવનમાં મહાસુખી થાય છે. ત્રણ ભુવનના જડપદાર્થોનું ત્રણ કાલનું સુખ ભેગું કરવામાં આવે તો સમાધિદશાના એક ક્ષણના સહજ સુખને પહોંચી શકે નહિ. અધ્યાત્મધ્યાનયોગીઓ સમાધિવડે અમુક કાલપર્યન્ત અપ્રમત્તભાવે આત્માના નિત્ય-સહજ સુખને ભેળવીને તેમાં એટલાબધા રસીયા બની જાય છે કે, તેઓને દુનિયાના સુખની તેમજ દુનિયામાં સુખીયા ગણાતા એવા રાજાઓ અને શેઠીયાઓની સ્પૃહા રહેતી નથી. નિદિmiri, નિસ્પૃહીને જગત તૃણવત્ લાગે છે, અર્થાત જગતમાં અન્ય પાસેથી સુખ મેળવવાની સ્પૃહા રહેતી નથી. તેઓ દુનિયાના જીવોને પોતાના આત્મસમાન માનીને તેઓ પર સમભાવ ધારે છે. તેઓને સહજ સુખાર્થ દુનિયાના પદાર્થોની જરૂર રહેતી નથી. ધ્યાન સમાધિ. વડે આત્માનું સુખ ભોગવવામાં આવ્યાથી તેઓ સમાધિપરિણામના ઉથાનકાલમાં પણ પુનઃ શુદ્ધોપયોગમાં રમણતા કરવાને-તેજ અન્તરથી ધ્યાનનો પ્રયત્ન કરે છે. આત્માના શુદ્ધસ્વરૂપના રસીલા બનીને તેઓ અવધૂત દશામાં-જ્યાં ત્યાં બાહ્ય શરીરથી વિચરે છે. એવી તેમની આન્તરિક અવધૂત દશાથી જગમાં મનુષ્યને તેઓ વિચિત્ર લાગે છે. “ જાને કમર , મોનાને જ જ્ઞાન શું નવા રણો, શું નહિ લોક ” જગત જાણે છે કે આતે ઉમત્ત અર્થાત્ ગાંડે બની ગ! ત્યારે અધ્યાત્મયોગી જાણે છે કે અરે આ જગત આંધળું દેખાય છે; કારણ કે અતરમાં રહેલા આત્મામાં અનન્ત સુખને સાગર છતાં બાહ્યમાં સુખની ભ્રાન્તિ ધારણ કરીને અધૂની માફક ફાંફા મારે છે. અહે! આ જગતું કેવું અંધ દેખાય છે? એમ જ્ઞાનીના જગપ્રતિ ઉદ્વારે નીકળે છે. એમ, એ. ના અભ્યાસ કરનારની એકડી ભણનાર, જેવી For Private And Personal Use Only
SR No.008517
Book TitleAnandghanpad Sangraha Bhavarth
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages812
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy