________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૮ ) આગમાંથી શુદ્ધાત્મધર્મરૂપ અમૃતને પ્રાપ્ત કરવું ! તે કંઈ સામાન્ય વાત નથી. આગમેનું સેવન કરીને તેના આધારે સમ્યકત્વ ચારિત્રાદિ અમૃતને પ્રાપ્ત કરનારા કેઈ વિરલા મનુષ્ય દેખાય છે.
આગમરૂપ દુધને લેવીને તેમાંથી અનેક પ્રકારના સભ્ય ચારિત્રાદિ સદ્ગુણોને વિરલા મનુષ્ય પ્રાપ્ત કરે છે.
કેટલાક તો આગને અભ્યાસ કરીને, તેનાવડે પગાર આદિ પ્રાપ્ત કરીને, પોતાની આજીવિકા માટે–આગામોનો ઉપયોગ કરે છે. કેટલાક મનુષ્ય, આગમોના આધારે કંઈ બોલીને વા વાંચીને પિતાના ઉદરનું પોષણ કરે છે. કેટલાક આગમોનો અભ્યાસ કરીને અનેક પ્રકારના પન્થ ચલાવીને સંસારની વૃદ્ધિ કરે છે. કેટલાક માન અને પૂજાના લાલચુ જ આગમોને અવબોધીને તેના વિપરીત અર્થ કરે છે. કેટલાક આગમોને વાંચે છે વા સાંભળે છે, પણ તેમાંથી કંઈ આચારમાં મૂકી શકતા નથી. કેટલાક આગમોનો અભ્યાસ કરીને રાગદ્વેષ વૃદ્ધિકારક એવી અનેક પ્રકારની ચર્ચાઓ કરીને ઉપશમાદિ હેતુભૂત એવા આગમોનો રાગદ્વેષની વૃદ્ધિ માટે ઉપયોગ કરે છે. કેટલાક આગમને વાંચી અહંકારના આવેશમાં તણાઈ જાય છે અને પોતાની પંડિતાઈ જણાવવાને માટે અન્ય પંડિતની સાથે વાયુદ્ધોને કરે છે અને હજારે મનુષ્યને લેશરૂપ અગ્નિમાં હોમે છે. કેટલાક વિદ્વાને સનાતન માર્ગને મૂકીને કુયુક્તિવડે આગમન વિપરીતાર્થ કરીને ધર્મમાર્ગમાં અનેક કલેશના કાંટાએ વેરે છે. કેટલાક વિદ્વત્તાની ખાતર આગમોને અભ્યાસ કરીને મનાવા પૂજાવા પ્રયત્ન કરે છે. આગમ વાંચીને શ્રદ્ધાને તથા વિરતિને જેઓ ધારણ કરતા નથી, તેઓ તેનું ફળ પ્રાપ્ત કરી શકતા નથી. આગમ વાંચીને સમ્યકત્વ ધારણ કરવું જોઈએ. આગનું શ્રવણું કરીને શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કરવાં જોઈએ. આગમાનું શ્રવણું કરીને શ્રાવકેએ એકવીશ અને સત્તર ગુણેને પ્રાપ્ત કરવા જોઈએ. આગમનું વાચન કરીને સાધુઓએ પંચમહાવ્રતનું સારી રીતે પાલન કરવું જોઇએ. આગામે વાંચીને મોટી મોટી વાતો કરવામાં આવે, પણ સદ્ધશે અને આચારને ધારણ કરવામાં ન આવે તો આગમને સાર પ્રાપ્ત કરી શકાતો નથી. જેઓ આગમોના પ્રોફેસરે થઈને-અવિરતિ, પ્રમાદ, કલેશ, નિન્દા, ઈર્ષ્યા અને કદાગ્રહમાં આસક્ત રહે છે, તેઓ છાશ જેવા અસાર ભાગનું ગ્રહણ કરનારા આવબેધવા; અર્થાત્ આગમે વાંચીને ખંડન મંડનમાં ઉતરીને અનેક પ્રકારના ફ્લેશ કરે, તેઓ અસાર ભાગને ગ્રહણ કરનારા જાણવા.
For Private And Personal Use Only