________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭૧ ) તોમાં જેનોના ફીરકાઓએ પરસ્પર ભેગા રહી જૈનધર્મનો પ્રચાર નહિ કરવાથી જૈનધર્મનો પ્રચાર કરવામાં ચાલતા જમાનામાં જૈનધર્મને મોટી હાનિ પહોંચે છે. સારાંશ કે, પંચાણુ વા પચ્ચાશ વગેરે જે જે બાબતો મળતી આવતી હોય તેમાં તે ત્રણે ફીરકાઓએ ભેગા રહીને કાર્ય કરવું જ જોઈએ, અર્થાત્ પાંચ વા પચ્ચાશ વગેરે જે જે બાબતમાં મળતાપણું ન આવતું હોય, તેની અપેક્ષાએ ભિન્નગચ્છાદિક હોવા છતાં-કલેશની ઉદીરણું કરીને, લડી મરીને મળતી બાબતને પ્રચાર કરવામાં પણ એકાન્તનવાદીઓની પેઠે નિરપેક્ષ બુદ્ધિ ન ધારણ કરવી જોઈએ. એકાન્ત વ્યવહારનયના આચારની રૂઢિથી જૈન બનનાર કેટલાક નિરક્ષર જેને, એકાન્ત પોતાનો જ કક્કો ખરો કરવાની ટેવને વળગી પડીને, શત્રુઓની પેઠે અન્ય જૈનોની સાથે વતીને જૈનધર્મને એક શંકચિત દષ્ટિના રૂઢ ધર્મ જેવો કરી દેવા પ્રયત્ન કરે છે તે ખેદજનક છે. આવા નિરક્ષર જૈનોનું જોર જે કેટલાંક કારણોથી વધી જાય અને નાની અપેક્ષાએ ચાલનારા જૈન તત્ત્વજ્ઞાનીઓનું જોર જે કમી થાય તે, આવા ન્યાયપ્રિય બ્રિટિશ સરકારના રાજ્યમાં જૈનધર્મના પ્રચારની સોનેરી તક જેને ખુવે અને તેથી ભવિષ્યની જૈન પ્રજાને તેઓ શ્રાપરૂપ થઈ પડે એમ સમજાય છે. હવે જૈન ધર્મના સિદ્ધાતોને અને નાની અપેક્ષાએ જૈનધર્મની વિશાળતાને અભ્યાસ શરૂ થવા લાગ્યો છે, તેથી ભવિષ્યની જન પ્રજા ખરેખર સાપેક્ષ નયબોધની વિશાલ દષ્ટિથી,–જૈનધર્મનો પ્રચાર કરવાને માટે વિશેષતઃ બળવાન થશે; એવી આશા રાખવામાં આવે છે. સાત ની સાપેક્ષતાએ જૈનધર્મના નવતને બેધ દેનારા જૈન ગીતાર્થમુનિવરે, મિથ્યા દ્રષ્ટિ જીવોને બોધ આપીને-સમ્યગુનોપદેશની દષ્ટિને લાભ આપીને-સમ્યમ્ મતિવાળા બનાવે છે. જગતમાં સર્વ જીવોને એકેક નયના એકાન્ત આગ્રહથી મિથ્યાત્વમતિ હોય છે. મિથ્યા મતિની સમ્યગુમતિ કરવામાં સ્યાદ્વાદ અને સ્વાદ્વાદાદિ ગુરૂની અપેક્ષાની જરૂર હોય છે. એકેક નથી એકાન્તદષ્ટિધારક અન્ય દર્શનને માનનારા મનુષ્યો ઉપર પણ કદી શત્રુતા ધારણ કરવી ન જોઈએ, કેમકે દુનિયાની શાળામાં કયા મનુષ્યમાં પૂર્વે અજ્ઞાન હોતું નથી? સર્વ જીવોને એકી વખતે અનેકાન્તદષ્ટિ પ્રગટી શકતી નથી. મિથ્યાત્વ મેહનીયના ઉદયથી મનુષ્યોને ઘણું ખમવું પડે છે; કેઈ જીવને ગાઢ મિથ્યાત્વ મોહનીયને ઉદય હોય છે તે ઘણું સમજાવ્યા છતાં તે સમજી શકતા નથી અને ઉલટા એકાન્ત પક્ષ તાણુને ક્રોધાદિક દોષોના આવેશથી દુર્ગુણેના તાબે થાય છે; એવા જીવોપર પણ દયા ધારણ કરવી જોઈએ અને કરૂણું દષ્ટિથી તેમનું બને તેટલું ભલું
For Private And Personal Use Only