________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫૮ )
હાર સમ્યકત્વ અને વ્યવહાર ધર્મક્રિયા એ બે અતરાત્માને ઉત્પન્ન કરવામાં જનકરૂપ હોવાથી પિતા અને માતા તરીકે ગણાય છે.
સમ્યકત્વને પ્રાપ્ત કરવામાટે સગુણાની જરૂર છે. માર્ગોનુસારના વ્યાવહારિક ગુણેને પ્રાપ્ત કરવાની જરૂર છે. જેનામેનું અધ્યયન, શ્રવણ અને મનન કરવાની જરૂર છે. વ્યવહાર સમ્યકત્વના આચારેને આચારમાં મૂકવાની જરૂર છે. ગાડરીયા પ્રવાહની માર્ક-અબ્ધ શ્રદ્ધાથી કેટલાક મનુ ધર્મક્રિયાઓ કરે છે, પણ તેઓ સત્ય બોલતા નથી અને ધનના સ્વાર્થ દેવ-ગુરૂના સોગન ખાય છે, અર્થાત્ પ્રમાણિક્તા આદિ નીતિના ગુણોથી ભ્રષ્ટ હોય છે, તેવાઓની વ્યવહારધર્માચરણું લુખી ગણાય છે. જેઓની ધર્મક્રિયાઓ, દયા, સત્ય, શુદ્ધ પ્રેમ, અસ્તેય, ભક્તિ, મધ્યસ્થતા, ગંભીરતા, વિવેક અને વિનય આદિવડે યુક્ત હોય છે, તેઓ નિશ્ચય સમ્યકત્વના સન્મુખ થાય છે. નિગમ, સંગ્રહ અને વ્યવહાર, એ ત્રણ નયથી વ્યવહાર સમ્યકત્વનું સ્વરૂપ થાય છે અને રજુસૂત્ર, શબ્દનય, સમભિરૂઢ અને એવંભૂત નયથી નિશ્ચય સમ્યકત્વનું સ્વરૂપ વસ્તુતઃ પ્રતિપાદન કરાય છે, માટે સાત નથી સમ્યકત્વનું સ્વરૂપ જાણવું. ઉત્તરેત્તર નયકથિત–શુદ્ધ સમ્યકત્વની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે જોઇએ, પણ સાત નય પૈકી કઈ નયકથિત સમ્યકત્વનું સ્વરૂપ ઉસ્થાપવું ન જોઈએ. સમ્યકત્વની દશ રૂચિ કળી છે તે રૂચિઓવડે અતરાત્માની પ્રાપ્તિ થાય છે. ભિન્ન ભિન્ન જીવોની ભિન્ન ભિન્ન સમ્યકત્વની રૂચિ દેખીને કેઈનું ખંડન કરવું નહિ; ઉત્તરોત્તર નયકથિતધર્મ બતાવવા પ્રયત્ન કરે, પણ કેઈ નયના સમ્યકત્વની નિરપેક્ષપણે પ્રરૂપણ કરવી નહિ.
પક્ષપાતને ત્યાગ કરીને જેઓ સત્યધર્મ રોધે છે, તેઓને રામ્યકત્વને લાભ મળે છે. શબ્દનયાદિકથિત સમ્યકત્વ ધર્મને જેઓ પામે છે તેઓને, વ્યવહાર સમ્યકત્વનો નિશ્ચયમાં અન્તભૉવ થયે છે એમ અવબોધવું. જેઓ બાહ્યગચ્છાદિ ક્રિયાના ભેદે, સાધ્યશૂન્ય દષ્ટિએ લડે છે, તેઓ સમ્યકત્વને પ્રાપ્ત કરી શકતા નથી. નિશ્ચય સમ્યકત્વ પામવાથી સાપેક્ષતાને કારણે કાર્યભાવને બોધ થાય છે અને પૂર્વ મિથ્યાત્વ બુદ્ધિથી જે કદાગ્રહ કર્યો હોય છે તે જૂઠા લાગે છે. એકાન્ત મિથ્યાત્વ ધર્મમાં જે સત્ય ધમૅની માન્યતા થઈ હતી તે ટળે છે અને પ્રત્યેક વસ્તુને સ્યાદ્વાદભાવે બંધ થાય છે. સ્યાદ્વાદભાવે વસ્તુઓને બોધ થવાથી પ્રત્યેક મનુષ્યને અનેકાન્ત શૈલીથી બંધ દેઈ શકાય છે અને પ્રત્યેક મનુષ્યની પ્રગતિમાં મદત કરી શકાય છે. કેટલાક એમ કહે છે કે, “અમારે તો વ્યવહાર સમ્યકત્વ અને વ્યવહાર ધર્મક્રિયાનું પ્રોજન નથી; ફક્ત જડ અને ચેતન એ તત્ત્વને નિશ્ચય કરીને નિશ્ચય
For Private And Personal Use Only