________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪) કરાય એવી યૌગિક પ્રવૃત્તિ કરવી જોઈએ. જે મનુષ્યો વેદીયા ઠેરની પેઠે એકદેશીય સંકુચિત વિચારશ્રેણિપર ચાલ્યા કરે છે અને અધિકાર તરતમ ભેદનો-સ્વ અને અન્યને માટે વિચાર કરતા નથી, તેઓ પોતાના વિશાલ વિચાર વિવેકને પ્રગટાવી શકતા નથી અને અન્યના સ્વાધિકારના તરતમ ભેદની દિશા જાણ્યા વિના, તેઓને અન્તવૃત્તિના માર્ગ ખેંચી શકતા નથી. અન્તવૃત્તિમાં પ્રવેશ કરનારે વ્યવહાર અને નિશ્ચય નયનું તથા ઉત્સર્ગ તેમજ અપવાદનું જ્ઞાન કરવું જોઈએ. અન્તવૃત્તિના માર્ગમાં–રાજમાર્ગ થકી ચાલનારા મુનિવરો છે, કારણ કે તેઓએ ગૃહસ્થાવાસની ઉપાધિને ત્યાગ કર્યો હોય છે. ગૃહસ્થને આજીવિકાવૃત્તિ, જ્ઞાન અને યોગ્યતાના આધારે અન્તવૃત્તિમાં ઉતરવાનું છે. શાસ્ત્રોનું વાચન અને મનન જેમ જેમ વિશેષ કરવામાં આવે છે, તેમ તેમ અતવૃત્તિ વિશેષ પ્રકારે ખીલતી જાય છે. અત્રે એક ઉપયોગી સૂચના આપવામાં આવે છે કે, અન્તવૃત્તિના અભ્યાસકેએ બહિવૃત્તિધારકેની નિન્દામાં ન ઉતરવું જોઈએ, તેમજ તેઓને નીચ માનીને પોતાને જ ઉચ્ચ માની અહંકાર ન કરવો જોઈએ.
કેઈ બહિવૃત્તિધારક કરતાં અન્તવૃત્તિના પ્રતાપે પિતાનું આત્મબળ વિશેષ ખીલ્યું હોય, તે તેની આગળ પિતાના વિચારને અમુક અપેક્ષા સાચવીને જણુંવવા અને તેઓને પોતાના વિચારમાં આકપૈવા. કેઈ બહિત્તિધારકનું યુક્તિબળ વિશેષ હોય અને અન્તવૃત્તિધારકનું વિચારબળ તેના કરતાં હીન હોય, તો તેણે બહિત્તિધારકને ઉપદેશ દેવાને અભ્યાસ સેવ નહિ, કારણ કે તેમ કરવા જતાં તે બહિવૃત્તિધારકના કુવિચારમાં આકર્ષાઈ જાય એમ બનવા
ગ્ય છે. અન્તવૃત્તિને અભ્યાસી ભદ્રક હોય અને તે બહિર્મુખવૃત્તિધારક મનુષ્યોને ઉપદેશ દેવાની કલા ન જાણતો હોય, તો તેણે સ્વકીય સાધ્યવૃત્તિનું સાધન કર્યા કરવું, કારણ કે તે અને ઉપદેશ દેવા જતાં ઉપદેશ કક્ષાના અભાવે કઢંગી સ્થિતિમાં આવી પડે એવો ભય રહે છે. જે અન્તવૃત્તિના અભ્યાસકે હેય અને બહિવૃત્તિ તથા અન્તવૃત્તિનું અત્તર સમજતા હોય અને અન્યોને સમજાવવાને માટે
ગ્ય બન્યા હોય, તેઓએ અન્તવૃત્તિને ઉપદેશ દેવો જોઈએ. કેટલાક અન્તવૃત્તિના સ્વરૂપને સમજે છે, પણું અત્તવૃત્તિને સેવી શકતા નથી; તેઓ પૈકી કઈમાં અન્તવૃત્તિનો બોધ દેવાની કળા ખીલી હોય છે તે તે અન્તવૃત્તિના ઉપદેશથી અન્યને અસર કરી શકે છે.
અન્તવૃત્તિના અભ્યાસથી આ ભવમાં અને પરભવમાં આત્માના સદ્ગુણે ખીલી શકે છે. અન્તવૃત્તિને અભ્યાસકે પિતાના મન ઉપર
For Private And Personal Use Only