________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૬) દેવ, સેનાપતિ અને પેઢાઓ, વગેરેમાં જે કૃત્રિમ પ્રેમ હોય છે, તે તેનું પારણામ કદી સારું આવતું નથી.
ક્રૂર પ્રાણુઓ પણ પ્રેમથી પિતાનાં બચ્ચાંઓનું રક્ષણ કરે છે અને તેના પ્રાણના રક્ષણ માટે પોતાના પ્રાણનું પણ સ્વાર્પણ કરે છે. આ દષ્ટાંતથી સાર લેવાનો છે કે, શુદ્ધપ્રેમ જગતનું તથા પિતાનું શ્રેયઃ કરવા શું સમર્થ નથી? અર્થાત છેજ. સ્વાર્થ અને ક્રોધાદિક દેવડે મનુ
એ કૃત્રિમપ્રેમનું અવલંબન કરીને દુનિયાની અવનતિનું કાર્ય આરંભ્ય છે. કેટલાક રાજાઓએ લેભથી કૃત્રિમપ્રેમને ધારીને સ્વદેશીય અને પરદેશીય પ્રજાને વિશ્વાસ ખાય છે. કેટલાક વ્યાપારીએ સ્વાર્થપ્રપંચના વિકારમાં તન્મય થઈને, કૃત્રિમ પ્રેમથી પવિત્ર જીવનને કલંકિત કરી અોને પણ પોતાના પાપમય વિચારેના પ્રવાહમાં આકર્ષીને જગત્ની અવનતિ આરંભે છે. કેટલાક વિદ્યાર્થિ તેમજ કેટલાક જેને કૃત્રિમ પ્રેમની શાળામાં અભ્યાસ કરીને–જૈન નામને કલંકિત કરીને, સ્વાર્થ, નિન્દા, શઠતા અને ઈર્ષ્યાદિ દેષથી, ગુરૂઓ, માતાપિતા, બધુઓ, કુટુસ્ત્રીઓ અને અન્ય મનુષ્યની સાથે સાકર જેવી જિવાથી વિષગર્ભિત પ્રેમને પ્રપંચ કરીને, શુદ્ધ પ્રેમના અંકુરાઓને હૃદયમાં ઉત્પન્ન થતાંજ છેદી નાખે છે, તેથી તેઓ-દેવ, ગુરૂ અને ધર્મપ્રતિ શુદ્ધ પ્રેમ ધારણ કરવાની પ્રવૃત્તિને કયાંથી ધારણ કરી શકે? કેટલાક ભાષાશાસ્ત્રના અભ્યાસીએ, તેમજ ન્યાય અને ન્યાયશાસ્ત્રના અભ્યાસીઓ પણ કૃત્રિમપ્રેમના પ્રપંચને વિસ્તારીને પિતાનું આયુષ્ય નિરર્થક વહન કરે છે. કેટલાક બ્રાહ્મણ અને કેટલાક માત્ર વેષથી સાધુ બનેલાઓ, ગુરૂ અને દેવ આદિપર કૃત્રિમ પ્રેમ ધારણ કરીને અને સ્વાર્થીદિ દેષવડે, પિતાના આત્માને પાપકલયુક્ત કરીને –દયા, મૈત્રી, ઉચ્ચ હૃદય અને સરલતા આદિ ગુણોથી ભ્રષ્ટ બનીને પિતાની તથા પોતાના આશ્રિતોની જીંદગીને પણ બગાડે છે.
* કેટલાક મનુષ્યો, વિનયર તરીકે પ્રસિદ્ધિ પામેલા મુનિની પેઠે, ઉપર ઉપરનો કૃત્રિમ-વિષમય પ્રેમ દર્શાવીને, મનુષ્યને દુ:ખના સાગરમાં ડુબાવે છે. અનેક પ્રકારના સ્વાર્થના વિચારોને દેશવટો દેવામાં નહિ આવે તાવત, દુનિયામાં ઉચ્ચ પ્રેમના કલ્પવૃક્ષના દર્શનની આશા રાખવી તે વ્યર્થ છે. ગમે તેવા સત્તાધિકારીઓ થાઓ, મોટા મોટા પ્રોફેસરે અને, અત્યંત લક્ષ્મીના અધિપતિ બને અને ગમે તેવા વક્તા બનો, પણ સ્વાર્થોદિ દોષવડે જેના તેના ઉપર કૃત્રિમ પ્રેમને ધારણ કરે છે ત્યાંસુધી, તમે સત્વગુણના આનન્દને પ્રાપ્ત કરી શકવાના નથી. પ્રેમના અનેક ભેદ પડે છે;-કૃત્રિમ પ્રેમનું સ્વરૂપ તે પૂર્વે દર્શાવ્યું છે. એક પ્રેમ એ છે કે જેના ઉપર પ્રેમ હોય તેનું, દયા અને દાનાદિવડે
For Private And Personal Use Only