________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૩૨) મજાની છે; શુદ્ધ પ્રેમની ખુમારીમાં મહાત્મા સાત્ત્વિક આનન્દની મજ લે છે; જેની સાથે પ્રેમ ખુમારીને સંબધ થાય છે. તેની સાથે ભેદભાવ રહેતો નથી. શિષ્યને જે ગુરૂના ઉપર બહુ પ્રેમ નથી હોતે તે ગુરૂની સાથે મનને અભેદ થતો નથી અને ગુરૂની સાથે ભેદ, (વિમનસ્કદશા) રહે છે. ગુરૂને શિષ્યની ઉપર શુદ્ધ પ્રેમ હોય છે તે, પોતાના હૃદયને શિષ્યનું હૃદય બનાવી દે છે. ગુરૂ અને શિષ્યનો સંબન્ધ પ્રેમથી દઢ થાય છે; ગેળ અને આટામાં જે ઘી મળે છે તે જ મોદકની સિદ્ધિ થાય છે. દેવના ઉપર પ્રેમ ખુમારી પ્રગટે છે ત્યારેજ, તેમના આકારવાળી મૂર્તિમાં તીર્થકરની સાક્ષાત્ મનેભાવના પ્રગટે છે અને તેને મની આગળ સ્તુતિ આદિથી પોતાનું હૃદય ખાલી કરી શકાય છે. ધર્મના ઉપર જેને પ્રેમ યાને રૂચિ પ્રગટી હોય છે, તે ધર્મને માટે પ્રાણદિકનું સ્વાર્પણ કરે છે, અને પોતાનામાં ધર્મને જ દેખી શકે છે.
સતીને પિતાના પતિપ્રતિ અપૂર્વ પ્રેમ હોય છે. જે સ્ત્રીઓએ પતિવ્રત્યધર્મ પાળે છે, તે પ્રાયઃ પતિના પ્રેમથી જ પાળે છે. જે પુરૂષે એક પલી ધર્મવ્રતને પાળે છે તેઓ ફક્ત પોતાની પતિના શુદ્ધ નીતિમય પ્રેમનાજ પ્રતાપે. આ વાક્ય અપેક્ષાએ અવબોધવું. બ્રહ્મચર્ય આદિ ગુણવડે પતિવ્રતા સ્ત્રી પિતાનું પતિવ્રતત્વ સંરક્ષી શકે છે, તેમજ પતીવ્રત પાળનારા પુરૂષ બ્રહ્મચર્ય આદિ, ગુણેના પ્રતાપે પલીવ્રતને સંરક્ષી શકે છે. બ્રહ્મચર્ય ઉપર રૂચિ અર્થાત્ પ્રેમ હોય છે તો પતિવ્રતા આદિ ધર્મોનું પાલન કરી શકાય છે. જ્યાં પ્રેમ હોતા નથી ત્યાં પરસ્પર એક બીજાને વિશ્વાસ આવતો નથી. દુનિયાની નીતિના પ્રેમનું જેઓ પાલન કરી શકતા નથી, તેઓ ધર્મ પ્રેમનું પણું પાલન કરવાને શક્તિમાન થતા નથી. જે પુત્રને પિતાના પિતા ઉપર નિર્મલ પ્રેમ હોતો નથી, તે પુત્ર ખરેખર પિતાનું હૃદય લેવાને શક્તિમાન્ થતો નથી. પ્રેમની ખુમારીથી મન, વાણી અને કાયાને ભેગ આપી શકાય છે. મિત્ર પિતાના મિત્રમાં પ્રેમની ખુમારીથી સર્વ સુખને કષી લે છે. નિર્મલ પ્રેમની ખુમારીરૂપ સાગરમાં આખું જગત એક પરપોટા જેવું લાગે છે. નિર્મલ પ્રેમ ખુમારીરૂપ ગંગા નદીમાં જેણે સ્નાન કર્યું નથી, તે પોતાના ત્રિગના દોષોને ધોઈ નાખવાને શક્તિમાન્ બની શકતો નથી. નિર્મલ પ્રેમ ખુમારીને આનન્દ જેણે આસ્વાદ્યો છે, તેને સ્વાર્થક સંબો લુખા લાગે છે અને તેને સત્યસુખનીજ ઇચ્છા વર્ત છે. શુદ્ધ પ્રેમની ખુમારીમાં દયેય વસ્તુનો સાક્ષાત્કાર થાય છે. શુદ્ધ પ્રેમ ખુમારીના અધિકારી કેઈ ભક્ત જ્ઞાનિય બની શકે છે. તેઓને સર્વ જગત પ્રતિ પ્રેમભાવ પ્રગટવાથી, સર્વ જગતના જીવોની દયા પાળવા તેઓ સમર્થ થાય છે. જ્યાં ભેદભાવ
For Private And Personal Use Only