________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૦) હની પેઠે અન્તરમાં વહે છે અને તેથી બહિર્મુખવૃત્તિથી આત્માને લાગેલાં જે કર્મ હોય છે તેનું પરિશાટન થાય છે. અન્તર્મુખવૃત્તિથી ઇનિદ્ર શાન્ત થાય છે અને તેઓ બાહ્ય પ્રપંચના વ્યાપારમાં પડતી નથી. આમ થવાથી અધ્યાત્મજ્ઞાનની નવી નવી શક્તિ પ્રગટવામાં એક જાતનું નવું બળ આવે છે અને તેથી પાતાળ કુવાના જળની પેઠે નવું જ્ઞાન જાગ્રત્ થાય છે અને તે ઉત્તરોત્તર વૃદ્ધિ પામ્યા કરે છે. અન્તર્મુખવૃત્તિથી શુદ્ધ પ્રેમ, ઉચદષ્ટિ, દયા, સત્ય, પ્રમાણિકતા અને પરેપકારદષ્ટિ ખીલી ઉઠે છે અને નિર્દયતા, અસત્ય, વિશ્વાસઘાત, સ્વાર્થ પ્રેમ, શઠતા, કપટતા અને વિષયલોલુપતા આદિ દોષો ટળે છે. અન્તર્મુખવૃત્તિથી જગમાં રહેલા સર્વ આત્માઓ પોતાના આત્મસમાન ભાસે છે અને તેનામાં અને પિતાનામાં સમાનતા દેખાય છે. અન્તર્મુખવૃત્તિથી જે સુખ ઉત્પન્ન થાય છે, તે સુખ દુનિયાના કેઈપણ પદાર્થથકી ઉત્પન્ન થતું નથી. અતર્મુખવૃત્તિ થતાં મનની ઘણી ચંચળતા મટે છે અને તેથી શ્રતજ્ઞાનનો ઉપયોગ પણ તાજે રહે છે અર્થાત જે જે બાબતનું વિસ્મરણ થયું હોય છે, તેનો પણ ઉપયોગ જાગ્રત્ થાય છે. અન્તર્મુખવૃત્તિથી દુનિયાની સાથે થએલ વૈર વિરોધ પણ ટળી જાય છે અને મનરૂપ આકાશમાં મૈત્રીભાવનારૂપ ચન્દ્રને ઉદય થાય છે અને કલેશરૂપ અધકારની મન્દતા થતી જાય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણમય અન્તર્મુખવૃત્તિ હોવાથી, તે આત્માના પ્રદેશમાં ઉંડી ઉતરતી જાય છે અને રાગ અને દ્વેષના વિકારેનું નિર્કદન કરતી જાય છે. અન્તર્મુખવૃત્તિથી આત્માને મૂળ શુદ્ધ ધર્મ લક્ષ્યમાં આવે છે તેથી, અર્થાત્ આત્માની સાથે રમણુતા કરનારી અન્તર્મુખવૃત્તિ હોવાથી, બહિર્મુખવૃત્તિનાં કાર્યો તેને અરૂચિકર લાગે તેમાં કાંઈ આશ્ચર્ય નથી. જે મનુષ્યો બહિર્મુખવૃત્તિ અને અન્તર્મુખવૃત્તિનું આન્તરિક સ્વરૂપ જાણતા નથી, તેઓ અજ્ઞતાયોગે બહિર્મપ્રવૃત્તિના રમકડાઓને ભલે ચાહે અને તેમને તેમાં લક્ષ્ય રાખે ! પણ તેઓ બહિર્મુખવૃત્તિના સેવક બનીને પિતાની સર્વ આશાઓ પરિપૂર્ણ કરી શકતા નથી, અને મનમાં અનેક પ્રકારની ચિન્તાઓથી દુઃખી થાય છે. તેઓ મુખથી શબ્દો બોલીને પણ દુઃખી પણું દેખાડે છે, તેથી જ સિદ્ધ થાય છે કે, તેઓ ઝાંઝવાના જલને પીવાની આશાની પેઠે બહિર્મુખવૃત્તિના સેવક બનીને પણ કંઈ સુખ પ્રાપ્ત કરી શકતા નથી. બાજીગરની બાજીપેઠે બાહ્યવસ્તુમાં બહિર્વત્તિથી સુખ– ભાસે છે, કિન્તુ અન્તર્મુખવૃત્તિથી વિવેકવડે વિચારતાં બાહ્યમાં સુખને લેશ પણ ભાસતું નથી. બહિર્મુખવૃત્તિનું જોર અજ્ઞાનાવસ્થામાં વિશેષ હોય છે. બાહ્ય વિદ્યાના પ્રોફેસરે
For Private And Personal Use Only