________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮) છે કિન્તુ તેનું જ્ઞાન કર્યા વિના અન્નશ્માં મનની શમણુતા થતી નથી અને તેથી બહિમાંજ મનની પ્રવૃત્તિ થયા કરે છે; માટે આત્માના ગુણેનું વિશેષ પ્રકારે જ્ઞાન મેળવવું જોઈએ અને તેમાં પરિપૂર્ણ આનન્દ છે, એ અનુભવથી નિશ્ચય કરવો જોઈએ, કે જેથી અન્તર્મુખવૃત્તિ કરતાં વિદ્ધ નડે નહિ. અતરસૃષ્ટિની અલૌકિકતા અને સુન્દરતાને પરિપૂર્ણ અવધ થતાં બાહ્ય સૃષ્ટિ અકિશ્વિતકર ભાસે છે અને તેથી મન બાહ્યમાં ભટકી ભટકીને પણ અન્તરની સૃષ્ટિમાં પ્રવેશ કરીને ત્યાં આન્દસમાધિમાં લીન બને છે. અન્તર્મુખવૃત્તિ કરવાને ઘણું ભાના ધર્મસંસ્કારની આવશ્યકતા સિદ્ધ કરે છે. અનારની સૃષ્ટિમાં યથાશક્તિથી ચિત્તને ૨માવવું જોઈએ. મનને અતરમાં રમાવવાનું કાર્ય ધાયો કરતાં પણ અનન્તગણું દુષ્કર છે, તે પણ પૂર્વના મહાત્માઓની ઉત્સાહપ્રવૃત્તિની જીવનકળાનું અનુકરણ કરી, આપણે પણ અન્તર્મુખવૃત્તિ કરવા તૈયાર થવું જોઈએ; પરન્તુ તેમાં એક ઉપગી સૂચના કરવામાં આવે છે અને તે એ છે કે, સર્વ બાઘુભાની મમતાનો પ્રથમથી માનસિક (હૃદયથી) ત્યાગ કરે. મનમાંથી પરવસ્તુઓની મમતાની વાસનાઓને દૂર કર્યા વિના બાહ્યપદાર્થોની સાથે મનને સંબધ છૂટતો નથી. બાહ્યના પદાર્થોનું મને બન્ધન નથી અને તે પદાર્થો અને એટલે આત્માને, હવે બાંધવાને શક્તિમાનું નથી, એમ ઉરચ ભાવનાવડે દઢ સંકલ્પથી અન્તરસૃષ્ટિમાં પ્રવેશ કરવો. નાના બાળકને જેમ હિતશિક્ષા આપીએ છીએ તેમ મનને આમિકસષ્ટિમાં ઉતારવા પ્રેમભાવથી હિતશિક્ષા આપવી. બાળકના ઉપર જેમ દાબે બેસાડવામાં આવે છે, તેમ બહિમાં ગમન કરતા એવા મન ઉપર પણ દાબ બેસાડે અને આત્મિક સૃષ્ટિની રમણતામાં લયલીન બની જાય એવા પ્રાસંગિક ઉપાયોને યોજવા, એમ અન્તર્મુખ વૃત્તિની સાધ્યતા સિદ્ધ કરવાના પ્રયત્નમાં મચ્યા રહેવું.
અન્તર્ગખવૃત્તિની સ્થિરતા સદાકાલ એકસરખી–આ કોલમાં રહેલી એ મહાદુર્લભ છે. અતર્મુખવૃત્તિ થાય છે અને પુનઃ ઘડી બે ઘડી પશ્ચાત્ રહેતી નથી; એમ અભ્યાસના અનુભવથી અનુભવીએ કહી શકે છે. અત્ર એટલું જ સમજવાનું કે અન્તર્મુખવૃત્તિમાં રાગ અને દ્વેષનું ઈન્દ્રિયો વડે ગ્રહણ હેતું નથી. ઇન્દ્રિયેના વ્યાપારથી ઇન્દ્રિયોને વિમુખ રાખવાથી ઇન્દ્રિયે શાન્ત થાય છે અને નવીન આમિક બળ જાગ્રત થાય છે, તેથી આત્મા પોતાના શુદ્ધધર્મની પ્રાપ્તિને અનુભવ કરે છે.
અન્તર્મુખવૃત્તિથી ખરેખરું સુખ અનુભવાય છે અને પશ્ચાત્ સહજસુખને નિશ્ચય થવાથી, ઇન્દ્રિયના વિષપરથી પ્રેમ પણું ઘટતું જાય છે અને આન્તરિક જ્ઞાનાદિક ધર્મની પરિણતિ ઉપર પ્રેમ વધતો જાય છે.
For Private And Personal Use Only