________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯૩) લાગી અને તેથી તેણીએ પૂર્ણ સ્વરૂપ પગટાવવા માંડયું. બારમા ગુણકાણે ઉત્તમ રમતા આવે છે, અને ત્યાં શુકલ ધ્યાનનો એકત્વ વિતર્ક અપ્રવિચાર નામને પાયે હોય છે તેમજ ત્યાં શ્રુતજ્ઞાનનું પરિપૂર્ણ આલંબન હોય છે. બારમા ગુણસ્થાનક સુધી દ્રવ્યમાન અને ભાવમન એ બન્ને હોય છે. બારમા ગુણઠાણું પશ્ચાત સમતાએ આત્માના સંબધે એક અપૂર્વ ફળ પ્રગટાવ્યું તે જણાવે છે. સમતાએ લોકાલોક પ્રકાશક કેવલજ્ઞાનરૂપ પુત્ર પ્રસબે અને તેથી તેણુનું કાર્ય સિદ્ધ થયું. બારમા ગુણઠાણુના અને મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણય, અવધિજ્ઞાનાવરણીય, મન:પર્યવજ્ઞાનાવરણીય અને કેવળજ્ઞાનાવરણય, એ પાંચ પ્રકારનાં આવરણને સંપૂર્ણ ક્ષય કરીને કેવલજ્ઞાન ઉત્પન્ન કર્યું. કેવલજ્ઞાનથી ચઉદ રાજલક અને અલકને પ્રત્યક્ષ ભાસ થાય છે. કેવલજ્ઞાનમાં સર્વ જ્ઞાનને અન્તર્ભાવ થાય છે. સર્વ પ્રકારના જ્ઞાનની અવધિ કેવલજ્ઞાન છે. લેક અને અલોક રેય છે. યનો સાક્ષાત્ પ્રકાશ કરનાર કેવલજ્ઞાન છે. કેવલજ્ઞાનની જૈનશાસ્ત્રોમાં જેવી ઉત્તમ વ્યાખ્યા કરવામાં આવી છે, તેવી અન્ય દર્શનકારેનાં શાસ્ત્રોમાં જોવામાં આવી નથી. ઉત્તમ એવી સમતાની પ્રાપ્તિવિના કેઈને કેવલજ્ઞાનની ઉત્પત્તિ થઈ શકતી નથી. જે મનુષ્ય ઉત્તમમાં ઉત્તમ એવા સમતાના ભેદને ધારણ કરે છે, તેજ કેવલજ્ઞાન પ્રગટાવી શકે છે. સમતાવિના જ્ઞાનને પ્રકાશ થતો નથી. સમતાથી બે ઘડીમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. સમતાના ઘણે ભેદ છે. શ્રીમદ્ આનન્દઘનજી સમતાથીજ કેવલજ્ઞાનરૂપ પુત્રની ઉત્પતિ દર્શાવે છે. મેહનીય કર્મને જે જે અંશે ક્ષય થાય છે, તે તે અંશે સમતા પ્રગટ થતી જાય છે. મોહનીય કર્મ, દશમાં ગુણસ્થાનક પર્યત વિદ્ય કરે છે. સમતાથી મેહનો નાશ કરીને ઉપર ઉપરના ગુણસ્થાનકપર ચઢી શકાય છે અને છેવટે સર્વ જ્ઞાનમાં શ્રેષ્ઠ એવું કેવલજ્ઞાન પણ પ્રાપ્ત કરી શકાય છે. સમતા ખરેખર અનેક ગુણે પ્રગટાવવાને સમર્થ થાય છે. સમતા તેરમા ગુણસ્થાનકમાં પરમાત્મા પ્રભુને, પ્રદેશેપ્રદેશરૂપ અંગેઅંગ મિલાવીને મળી અને અનત આનન્દમાં ઝીલવા લાગી, અર્થાત્ આનન્દઘન એવું પરમાત્માનું પદ તેણે પ્રાપ્ત કર્યું એમ શ્રી આનન્દઘનજી કયે છે.
શ્રીમદ્ આનન્દઘનજીએ ઉપર્યુક્ત જણાવેલ સમતાની દશાને ખરેખર હૃદયમાં ધારણ કરવી જોઈએ. મનુષ્યોએ સર્વત્ર-સર્વદા–સર્વથા-શર્મદા એવી સમતાની દશા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે જોઈએ. આ નાનકડા પદમાં સર્વ સિદ્ધાંતોનો પરમાર્થ આવી જાય છે. સમતાવિના મનુષ્ય
ભ. ૫૦
For Private And Personal Use Only