________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૯) તેની સર્વ વાત જાણી લીધી. મમતાનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ જે પ્રવર્તન થતું હતું, તે તે જાણી લીધું, અર્થાત મમતાએ આ માને કેવી રીતે ભરમાવ્યો તે સારી રીતે તે જાણી લીધું. અનાદિકાળથી મમતાના પ્રપષ્યથી આત્મા પોતાનું શુદ્ધસ્વરૂપ દેખી શકતા નથી. મમતાના પ્રપચ્ચથી મનુષ્યો અસત, વસ્તુઓને પણું સત્ય માનીને ઉન્મત્ત બને છે. મમતા ખરેખર, આત્માને નિર્માલ્ય વસ્તુઓમાં પણ ફસાવે છે અને તેથી આત્મા પિતાના અમૂલ્ય આનન્દમય જીવનને હારી જાય છે. મમતાથી અનેક પ્રકારના પાપમાં બળાત્કારે પ્રવૃત્તિ થાય છે. મમતાથી મનુષ્ય સત્યબ્રહ્મતત્વને અવબોધવા અંશમાત્ર પણ પ્રયત્ન કરી શકતા નથી. જગતમાં મમતા સમાન અન્ય કેઈ બન્ધન નથી. વજસમાન બધાને છેદવા સમર્થ થનારા મનુષ્ય પણ, મમતાનું બંધન છેદવા સમર્થ થતા નથી. સંસારમાં મમતાના જે જે સંબધે, જેની જેની સાથે કયા છે તે અસત છે, છતાં મનુષ્ય સત્ય આત્મતત્વની પ્રાપ્તિ માટે પ્રયત કરતા નથી. જગમાં અનેક પ્રકારના નામે અને અનેક પ્રકારના દેખાતા દશ્ય વસ્તુઓના સંબધે, વસ્તુતઃ જોતાં કલિપત છે; છતાં અજ્ઞાની જી હારિલપંખીની પેઠે તેમાં મમતાના યોગ બન્ધાય છે અને રાગદ્વેષનું આલંબન કરી નીચ સ્થાન પર ઉતરતા જાય છે. મમતાથી આમા ભ્રાંત બનીને અનન્ત દુઃખના ખાડામાં ઉતરે છે. મમતાથી આત્મા જે જે વસ્તુઓને ગ્રહણ કરે છે, તે તે વસ્તુઓથી ઉલટો દુખપાત્ર બનતો જાય છે. જે જે વસ્તુઓ પર આત્મા મમત્વ ધારે છે, તે તે વસ્તુઓથી આત્મા બધાય છે. અજ્ઞાનદશાથી જીવો, જગતમાં જ્યાં ત્યાં બધાય છે, અથૉત્ મમતાવંત છો જ્યાંથી છૂટવાનું ધારે છે ત્યાંજ પુન: બધાય છે. સર્વ જીવોને દુ:ખના ખાડામાં પાડનાર મમતા છે; આવું મમતાનું વર્તન જાણીને સમતાએ તેને નાશ કરવા તેના પેટમાં પ્રવેશ કર્યો અને દશમા ગુણસ્થાનકના અતે મમતાને પરિપૂર્ણ નાશ કર્યો. મમતાના પેટમાં પેશીને, અર્થાત મમતાનું ઘર જાણુને મમતાનું શીર્ષ કાપીને સ્વામિજીને આપ્યું. ( ૧ )
સમતા શુદ્ધચેતનના બેળામાં બેસીને મિષ્ટ વચને બેલવા લાગી, અર્થાત્ આત્મસ્વામિના ખળાને પ્રાપ્ત થએલી સમતા અમૃતસમાન મિષ્ટ શબ્દને બોલે છે. સમતાવિના વચનમાં મીઠાશ ઉત્પન્ન થતી નથી. સમતાની વાણીથી-કોધાગ્નિથી બળેલા મનુષ્ય પરમશાંત થાય છે. સમતાએ પોતાના
સ્વામિ પાસેથી અનુભવ અમૃત પીધું, અર્થાત્ પિતાના શુદ્ધચેતનસ્વામિના સગુણેમાં વિશ્રામ પામીને પોતાના સ્વામિના રૂપમાં તલ્લીન થઈ ગઈ અને તેથી ઠેઠ અસંખ્યાત પ્રદેશમાં ઉતરી ગઈ અને ત્યાં
For Private And Personal Use Only