________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૬) તેજ કુશળક્ષેમવ, કર્મ ટળતાં પ્રગટે છે. જેની સત્તારૂપે અસ્તિતા હતી નથી, તેની આવિર્ભવે અસ્તિતા હોતી નથી. નિત્ય અને અબાધિતપણે આત્મામાં અનાદિકાળથી ક્ષેમકુશળ વર્તે છે, તેજ કર્યાવરણ ટળતાં, આવિર્ભાવ૫ણે પ્રકટે છે.
વિવેકના મુખથી અમૃત સમાન ઉપર્યુક્ત વાણું શ્રવણ કરીને, શ્રદ્ધા અને સમતા બે ભેગી મળી અને તે બે આત્મપતિને અસંખ્યાત પ્રદેશરૂ૫ સ્વગ્રહમાં તાણું લાવી.
શ્રદ્ધા અને સમતાના મનમાં ચેતન પતિ જ રમી રહ્યો છે. ચેતન પતિ એજ, શ્રદ્ધા અને સમતાનું પ્રાણજીવન છે અને તેથી શ્રદ્ધા અને રમતા પિતાના ચેતન પતિપર અનધિ શુદ્ધપ્રેમને ધારણ કરીને,
સ્વસ્વામી પ્રત્યર્થ જે જે બોલે, જે જે કરે, તે સર્વ ઉત્તમોત્તમ કાર્ય ગણાય એમાં કંઈ આશ્ચર્ય નથી. પ્રત્યેકના અંતરમાં શ્રદ્ધા અને સમતા હોય છે, કિન્તુ અન્તરમાં ઉંડે આલેચ કર્યા વિના શ્રદ્ધા અને સમતાનું સ્વરૂપ અવબોધાતું નથી. શ્રદ્ધા અને સમતાની પ્રાપ્તિ કરવામાં આવે તો શિવરૂપ ઘરમાં આત્માનું આવાગમન થયા વિના રહે નહિ. શ્રદ્ધા અને સમતા એ બેમાં અનન્તગણું બળ છે. જે મનુષ્યો અન્તરમાં શ્રદ્ધા અને સમતાની પ્રાપ્તિ કરે છે તેને આ બાબતનો અનુભવ આવે છે. કેઈનામાં શ્રદ્ધા હોય છે, પણ સમતા હોતી નથી. શ્રદ્ધા, સમ્યકત્વરૂપ હોય છે. જ્યાં શ્રદ્ધા હોય છે ત્યાં જ્ઞાન તો હોય છેજ. સમતા એ ચારિત્રનું શુદ્ધસ્વરૂપ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં શ્રદ્ધા અને સમતાને સમાવેશ થાય છે. જ્ઞાનાદિક ત્રણ શક્તિ જે ભેગી મળે તે, અન્તરાત્મા તે પરમાતમાં બને છે. શ્રદ્ધાના ઉપર સર્વ બાબતને આધાર છે. શ્રદ્ધામાં અપૂર્વ બળ છે અને તે સયમાદિ સર્વ ગુણેને ખેચી લાવે છે. સર્વ ધર્મકાર્યોનું મૂળ શ્રદ્ધા છે. જો શ્રદ્ધાનો નાશ કરવામાં આવે તે સર્વ ધર્મને નાશ થઈ જાય છે. પ્રથમ શ્રદ્ધાની પ્રાપ્તિ કરવી. જ્યાં શ્રદ્ધા હોય છે, ત્યાં સમતા પણ આવે છે અને બેનું ભેગું બળ થવાથી, આત્માને તેઓ પોતાના ઘરમાં તાણી લાવે છે, એમ શ્રીમદ્ આનન્દઘન કથે છે.
(ાજ ધાત્રી.) चेतन सकल सकल वियापक होइ. चेतन०॥ सत असत गुन परजय परिनति, भाव सुभाव गति दोई.॥चे०१॥
For Private And Personal Use Only