________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૪) કાર્યની વ્યવસ્થા પરિપૂર્ણ સમજાય. નીતિના ઉત્તમ સને પણ વ્યવહાર ચારિત્રમાં સમાવેશ થઈ જાય છે, માટે વ્યવહાર ચારિત્રની મહત્તા અને પૂજ્યતા ગણાય છે.
વ્યવહાર ચારિત્રને મજબુત પાય કરવાથી તેના ઉપર સમત્વ ભાવરૂપ ભાવ ચારિત્રને મહેલ સારી રીતે બાંધી શકાય છે. વ્યવહાર ચારિત્રના પણ સાધનોની અપેક્ષાએ અનેક ભેદ પડે છે. સમત્વરૂપ ભાવ ચારિત્ર પરિણતિથી પડનારને, વ્યવહાર ચારિત્ર આલંબન આપે છે અને પુનઃ સમત્વરૂપ ભાવ ચારિત્ર ઉપર ચડાવે છે, માટે વ્યવહાર ચારિત્રનું અવલંબન કરવું. આત્માએ વ્યવહારપૂર્વક નિશ્ચય ચારિત્ર સારભૂત–સમત્વનો ઉદ્યમ કરીને મેહનીય કર્મની પ્રકૃતિના સાજને (સમૂહને) દૂર કર્યો. સમત્વના ઉદ્યમથી આત્મા, મેહનીય કર્મનો નાશ કરી શકે છે. સર્વ પ્રસંગોમાં સમત્વ પરિણામને ધારણ કરવા પ્રયત્ન કરવો જોઇએ. આત્માએ પરમાત્માની સાથે પિતાની પ્રીતિ જેડી અને સકલ કર્મનો ક્ષય કર્યો અને તેથી તેણે આનન્દના સમૂહનું રાજ્ય પ્રાપ્ત કર્યું. ચારિત્ર પરિણતિના સમાગમથી આત્મા પિતે ત્રણ ભુવનને રાજા–પરમાત્મા થયે; એમ શ્રીમદ્ આનન્દઘનજી કથે છે.
૬ ૮૮.
(રાજ ધારું છે મારુ.) पूछीये आली खबर नहीं, आये विवेक वधाय. ॥ पू० ॥
महानन्द सुखकी वरनीका, तुम आवत हम गात ॥ प्रानजीवन आधारकी हो, खेमकुशल कहो बात ॥ पू० ॥१॥ अचल अबाधित देवकुं हो, खेम शरीर लखंत ॥ व्यवहारि घटवध कथा हो, निहचें करम अनन्त ॥ पू० ॥२॥ बंध मोख्ख निहचें नही हो, विवहारे लख दोय ॥ कुशल खेम अनादिही हो, नित्य अबाधित होय ॥पू० ॥३॥ सुन विवेक मुखतें सही हो, बानी अमृत समान ॥ सरधा समता दो मिली हो, ल्याई आनन्दघन तान ॥ पू० ॥४॥
For Private And Personal Use Only