________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૨ )
ભાવના, સામાન્યતઃ વિચારતાં એકાથૅ માલુમ પડે છે. સમત્વરૂપ ઉદ્યમની પ્રાપ્તિ થવી મહા દુર્લભ છે. રાગ અને દ્વેષની પરિણતિના ઉદય ટાળ્યાવિના સમભાવ પ્રગટી શકતા નથી. ચારિત્રમાહનીયના ઉપ શમ, ક્ષયાપશમ અને ક્ષાયિકભાવ પૈકી ગમે તે ભાવ પ્રગટે છે, તે તે ભાવે સમત્વગુણ પ્રગટ થાય છે. જડ પદાર્થોમાં ઈષ્ટત્વ અને અનિષ્ટત્વની બુદ્ધિ જેમ જેમ, જે જે અંગે ટળે છે-તેમ તેમ તે તે અંશે સમત્વગુણુ ખીલતા જાય છે. પંચમ કાળમાં સાત ગુણસ્થાનક પર્યંત ગમન કરાય છે, તેથી ઉપરનાં ગુણસ્થાનકામાં જે સમત્વ ભાવ હોય છે તે હાલમાં પ્રાપ્ત થઈ શકતા નથી. સાતમા ગુણસ્થાનકને પણુ કોઈ વિરલા મુનિવરે સ્પર્શી શકે છે. સંજ્વલનના રાગ અને દ્વેષ છઠ્ઠા પ્રમાદ ગુણસ્થાનકે હાય છે, તેથી આ કાલના મુનિવરોમાં તેવે રાગ અને દ્વેષ જણાય તે તેથી મુનિપદની શ્રદ્ધાના ત્યાગ કરવા નહિ. સમત્વને ઉદ્યમ ખરેખર સર્વ ઉદ્યમામાં શ્રેષ્ઠ છે. વ્યવહાર ચારિત્રને આદર્યાવિના સમત્વની પ્રાપ્તિ થતી નથી. ત્રણ જ્ઞાનના સ્વામી એવા તીર્થંકરી પણ પ્રથમ વ્યવહાર ચારિત્રને આદરે છે અને તેવડે સમત્વરૂપ નિશ્ચય ચારિત્રને પ્રાપ્ત કરે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવવડે વ્યવહાર ચારિત્રની આરાધના થઈ શકે છે. જેઓ ખરા અધ્યાત્મજ્ઞાનને ધારણ કરે છે તે અવશ્ય વ્યવહાર ચારિત્રને ધારણ કરે છે. જેના મનમાં વ્યવહાર ચારિત્ર લેવાના ભાવ નથી, તેને શ્રાવક તરીકે ગણવામાં હરફત આવે છે. ઉપરના સાધુના ગુણસ્થાનકમાં જેને ચઢવાના ભાવ નથી, તે શ્રાવકના ગુણસ્થાનકમાં કયાંથી રહી શકે? પૌદ્ગલિક વિષયાના સુખામાં શિથીલ અનીને જે વ્યવહાર ચારિત્રને અંગીકાર કરતા નથી, તેવા જીવે સંસારની ઉપાધિમાં મુખે અધ્યાત્મજ્ઞાનના શબ્દો ખેાલતા છતા પણ રક્ત થાય છે. સંસારની ઉપાધિ ત્યાગ્યાવિના સાંસારિક ઉપાધિયાના વિચારે હૃદયમાંથી ખસતા નથી. આજ કારણથી મુક્તિની પ્રાપ્તિમાં વ્યવહાર ચારિત્રની ઉત્તમતા ગણાય છે. વ્યવહાર ચારિત્ર છે તે કારણ છે અને નિશ્ચય ચારિત્ર છે તે કાર્ય છે. કારણવિના કાર્યની સિદ્ધિ થતી નથી. જેણે કારણ ઉત્થાપ્યું તેણે કાર્ય ઉત્થાપ્યું. જેણે વ્યવહાર ચારિત્રની ઉત્થાપના કરી, તેણે જૈનધર્મની ઉત્થાપના કરી, એમ પણ કહી શકાય. જમાનાને અનુસરી પંચમહાવ્રત પાળે છે તે ગૌતમસરખા સાધુ જાણવા. જે કાલે પાતાની જેટલી શક્તિ હોય, તે કાલે તદનુસારે ચારિત્રના ખપ કરનાર સાધુ આરાધક છે. આજ કારણથી યથાશક્તિ જીનાજ્ઞાપૂર્વક ત્રાને પાળનાર મુનિરાજ, જૈનધર્મની આરાધના કરી શકે છે.
For Private And Personal Use Only