________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૬ ) તરફ તેને મળવા માટે એક પગલું પણ ભરી શકાતું નથી. શુદ્ધ પ્રેમલક્ષણાભક્તિને અમૃતરસ આસ્વાદ્યાવિના કદી આત્મપ્રભુ પ્રાપ્ત કરી શકાતા નથી. જેઓ સવે પર શુદ્ધ પ્રેમ રાખવા સમર્થ થતા નથી, તેઓ આત્મપ્રભુપર પણ શુદ્ધ પ્રેમ ક્યાંથી રાખી શકે? આત્માપર અત્યા શુદ્ધપ્રેમ જેઓને પ્રગટ છે, તેઓ સર્વ જીવોપર શુદ્ધ પ્રેમની દૃષ્ટિથી જુએ છે. જે મનુષ્યો, અન્ય મનુના ઉપર વૈર રાખે છે, અન્ય મનુષ્યોની નિંદા કરે છે, અોપર દ્વેષ રાખે છે, અન્ય મનુષ્યોને હલકા પાડવા પ્રયત્ન કરે છે. અન્ય મનુષ્યનાં દૂષણે દેખવામાંજ લક્ષ્ય રાખે છે; તેઓ પ્રભુના પૂજક, સેવક, ભક્ત, અને પ્રેમી, બન્યા નથી, અર્થાત તેઓએ આત્મપ્રભુપર અત્યંત પ્રેમ પણ ધાર્યો નથી; આવી તેમની દશાથી તેવા લોકેશુદ્ધ પ્રેમના બારણે પણ આવી પહોંચ્યા નથી, તે સહેજે સમજાય છે. શુદ્ધ પ્રેમ ખીલ્યાથી કઈ જીવને પિતાના આત્માથી જુદા પ્રકારને ગણું શકાતો નથી. શુદ્ધ પ્રેમ જ્યાં નથી ત્યાં ભક્તિ, સેવા, ધર્મક્રિયા પણ સત્ય નથી. શુદ્ધ પ્રેમથી જીવન આનન્દમય અને છે. શુદ્ધપ્રેમથી જગતના જીવનું શ્રેયઃ કરી શકાય છે. સમતા અને આત્માને સંગ કરાવી આપનાર શુદ્ધ પ્રેમ જ છે, માટે પ્રથમ જિજ્ઞાસુ
એ શુદ્ધ પ્રેમ પ્રગટાવવો જોઈએ. શુદ્ધપ્રેમવિના કેઈપણ મનુષ્ય, સમતાના ઘરમાં પ્રવેશ કરી શકતો નથી. શુદ્ધપ્રેમવિના આત્મા કદાપિ સમતાના ઘરમાં આવી શકતો નથી. મનુએ શુદ્ધ પ્રેમ પ્રગટાવીને આત્મપ્રભુની પ્રાપ્તિ કરવી જોઈએ. કેટલાક શુષ્ક અધ્યાત્મીઓ અને કેટલાક જડ ક્લિાવાદીઓ બની જાય છે, તેઓ સર્વત્ર શુદ્ધપ્રેમની દષ્ટિથી જોઈ શકતા નથી અને તેઓ પોતાનું ઉચ્ચ હૃદય કરી શકતા નથી. જે મનુષ્ય આત્માનાપર અત્યન્ત શુદ્ધપ્રેમ ધારણ કરે છે, તે જ મનુષ્ય આત્માનું દર્શન કરે છે. સમતા આ કારણથીજ શુદ્ધપ્રેમના પ્યાલાની વાત ઉચ્ચારે છે. સમતા પોતાના સ્વામીનાપર અત્યન્ત પ્રેમ રાખીને જીવી શકે છે. શુદ્ધપ્રેમવિના સમતા જીવી શકતી નથી; એવો ભાવ આ પદમાંથી નીકળી આવે છે.
શુદ્ધપ્રેમી પિતાના સમાગમમાં આવનાર સર્વ મનુષ્યનું શ્રેય: કરી શકે છે. શુદ્ધ પ્રેમથી મનુષ્ય, સર્વ જીવોપર દયા રાખી શકે છે. આત્મામાં શુદ્ધપ્રેમ ઉત્પન્ન થતાં, જગતના સર્વ જી પોતાના આત્મસમાન લાગે છે અને તેથી અન્યનું ભલું તે પિતાનું ભલું માની શકાય છે, શપ્રેમી, અહંમમત્વરૂપ મેહના કિલ્લાને તેડી નાખે છે અને તે આત્માના ઉપગમાં રમણુતા કરવા તત્પર મનવાળો થાય છે. શુદ્ધપ્રેમી, આત્મામાં તલ્લીન થઈને એકતાનો અનુભવ કરે છે. શુદ્ધ પ્રેમી, મન,
For Private And Personal Use Only