________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૫) હવે શ્રીમદ્દ અન્તરનગરની વ્યવસ્થા આદિ જણાવે છે. दृढसन्तोषकामामोदशा, साधुसंगत दृढपोलहो. वसे०॥ पोलियो विवेक सुजागतो, आगम पायक तोलहो. वसे० ॥२॥ दृढ विश्वास वितागरो, सुविनोदी व्यवहारहो. वसे० ॥ मित्र वैराग विहडे नही, क्रीडा सुरति अपारहो. वसे ॥३॥ भावना बार नदी वहे, समता नीर गंभीरहो वसे० ॥ ध्यान चहिवचो भखो रहे, समपनभाव समीरहो. वसे ॥४॥ उचालो नगरी नही, दुष्ट दुःकाल न योगहो. वसे० ॥ इति अनीति व्यापे नही, आनन्दघन पद भोगहो. वसे०॥५॥
ભાવાર્થ-દઢ રોષેચ્છાપૂર્વક આમદશા અને સાધુની સંગતિરૂપ પિળ છે. પક્ષાતરમાં દૃઢ સંતોષની ઈચછારૂપ મોદસા છે. વિવેકરૂપ પળીએ ત્યાં સદાકાલ જાગ્રતું રહે છે. પોલનું રક્ષણ કરનાર એવા આગળ નાખેલા બાંધકામને પાલક કથે છે. આગમરૂપ પાલક ત્યાં છે. પક્ષાન્તરર્થમાં આગમરૂપ પાયક અવબોધવું. દઢવિશ્વાસરૂપ વિતાગરે છે અને જેમાં સુવિનોદી વ્યવહાર છે. વૈરાગ્ય નામનો મિત્ર–કદી દૂર થાય નહિ એવે ત્યાં છે. આત્માના સ્વરૂપમાં રમતા કરવી તે રૂ૫ સુરતિ કીડા અન્તરમાં અપાર છે. તે નગરની પાસે બાર ભાવનારૂપ નદી વહે છે. તેમાં સમતારૂપ ગંભીર નીર છે. ગંભીર એટલે–ભાવનારૂપ નદીને સમતા નીર-પાર ન પામી શકાય તેવું, અર્થાત્ ઘણું ઉંડું. ચારે બાજુએ બાંધેલા જલના કુંડને ચહિવો કહે છે, અર્થાત અન્તરના નગરમાં સ્થાનરેપ ચહિલચે ભર્યો રહે છે અને ત્યાં સમાપન-સમપણુ–સમાનતારૂપ વાયુ, શીતલ વાય છે. અન્તરની આવી નગરીનો કદી ઉચાળે ભરાતો નથી. અર્થાત્ – સારાંશ કે બાહ્ય નગરીને ઉચાળા ભરાય છે અને તેનો નાશ થાય છે, કિન્તુ અન્તરની નગરીને કદી નાશ થતો નથી. અંતરના દેશમાં દુષ્ટ દુકાલનો પણ સંબધ રહેતો નથી. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, મૂષક, શલભ, શુક, સ્વચક અને પરચયુદ્ધ, એ પાંચ ઈતિ કહેવાય છે. એ પાંચ પ્રકારની ઇતિ અને અનીતિની પ્રવૃત્તિ ખરેખર-કદાપિ અન્તરના દેશમાં અને નગરમાં વ્યાપ્ત થતી નથી, પણ સદાકાલ સહજ આનન્દના સમૂહભૂત, એ જે આત્મા, તેના જ્ઞાન, દર્શનાદિ ગુણેને અનત બેગ ભોગવવામાં આવે છે; એમ શ્રીમદ્ આનન્દઘન કથે છે. શ્રીમદે અતરના દેશ અને નગરનું જે વર્ણન કર્યું છે, તેની પ્રાપ્તિ
For Private And Personal Use Only