________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫ ). માર્ગ તરફ વળી શકાય છે અને પિતાના શુદ્ધધર્મની આરાધના કરી શકાય છે. અધ્યાત્મજ્ઞાનવડે પ્રાપ્ત થનાર અધ્યાત્મબળની અદ્ભુત શક્તિ છે.
એકાંત વ્યવહાર વાદીઓના ઉપસર્ગરૂપ અગ્નિની વચૌઅધ્યાત્મબળ. વચ્ચે રહેનાર અધ્યાત્મજ્ઞાનરૂપ સુવણે પિતાને મૂળરંગ
કદી બદલતું નથી. ગમે તેટલાં વાદળનાં આવરવડે આછાદિત થએલ સૂર્ય જેમ પોતાના મૂળરૂપને બદલતો નથી, તેમ અનેક ઉપાધિ આવ્યા છતાં અધ્યાત્મજ્ઞાન પિતાનું સ્વરૂપ બદલતું નથી. અધ્યાત્મબળની તુલના કરનાર જગતમાં અન્ય કોઈ જડ પદાર્થ નથી. અધ્યાત્મજ્ઞાનવડે અધ્યાત્મબળ પ્રાપ્ત કરી શકાય છે. અધ્યાત્મજ્ઞાનમાં એટલું બધું જોર રહ્યું છે કે, તે કર્મના હુમલાથી આત્માનું સંરક્ષણ કરે છે અને આત્માના ગુણોનો પ્રકાશ કરવા સમર્થ થાય છે. આત્માને સંવરના ઘરમાં લાવનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. આત્માને પંચસમિતિવડે યુક્ત કરનાર અધ્યાત્મજ્ઞાન છે. ત્રણગુપ્તિના સન્મુખ આત્માને કર હોય તે અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઈએ. આ જગતમાં અહંકારદોષના તાબે, ઘણુ જી થઈ જાય છે. અહંકારરૂપ પર્વતને નાશ કરવાને ભોલીસમાન ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. આત્મરૂપ આકાશમાં સૂર્યની પેઠે પ્રકાશ કરનાર ઉત્તરોત્તર અધ્યાત્મજ્ઞાન છે. આમામાં ઉંડા ઉતરવાને માટે જગત્માં કેઈ ઉત્તમ સાધન હોય તે ખરેખર અધ્યાત્મજ્ઞાન જ છે. ક્ષમાદિ દશ પ્રકારના ધમેની ઉત્પત્તિ કરાવવાને માટે અધ્યાત્મજ્ઞાન સમર્થ છે. મરણના સમયે આત્માને પિતાના ઉપયોગમાં ઝીલાવનાર કેઈ ઉત્તમ જ્ઞાન હોય તે તે અધ્યાત્મજ્ઞાન છે. આ દુનિયાદારીનાં સર્વ દુઃખો ભૂલી જવાને કોઈ ઉત્તમમાં ઉત્તમ દવા હોય તે ખરેખર તે અધ્યાત્મજ્ઞાન જ છે. શરીરને પુષ્ટિ આપનાર જેમ દૂધ છે, તેમ આત્માની પુષ્ટિ કરનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. પાણી વિના જેમ કેઈપણ પ્રકારનું ભેજન બની શકતું નથી તેમ અધ્યાત્મજ્ઞાનવિના કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિ થઈ શકતી નથી. આત્માને આત્મપણે અમર કરનાર, કઈ રસ ગણતો હોય તો તે અધ્યાત્મરસ છે. આત્માને અલમસ્ત કરવા કેઈ ઉત્તમ પાક હોય તે અધ્યાત્મપાકજ છે. જે મનુષ્ય અધ્યાત્મજ્ઞાનથી હીન હોય છે તેઓ આપવડે આરેપિત ધર્મને ખરા ધર્મ તરીકે સ્વીકારે છે અને પોતાના આત્માનો મૂળધર્મ વિસરી જાય છે. જે મનુષ્ય અધ્યાત્મભાવથી હીન હોય છે તેઓ ઓચિકભાવનાં કાર્યોમાં ધર્મની બુદ્ધિ ધારણ કરે છે. લાકડાની પૂતળીને કઈ ગાંડે બનેલો મનુષ્ય, ખરી સ્ત્રી માની લે છે, તેમ
For Private And Personal Use Only