________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(4-)
શ્રીમદ્ આનન્દઘનજીની કિસ્મત પાછળથી અંકાઈ છે એમ સ્પષ્ટ રીતે સિદ્ધ થાય છે. તેમની વ્યવહાર અને નિશ્ચયમાગૅપર પૂર્ણ શ્રટ્ઠા હતી, તત્સંબન્ધી આ ગ્રંથના વાચનથી ખુલાસા થઈ શકે તેમ છે. શ્રીમદ્ આનન્દઘનજીએ વ્યવહારમાર્ગને ઉત્થાપ્યા નથી; એમ આ ગ્રંથ વાંચવાથી વાચકોને સ્પષ્ટ સમજી શકાશે. શ્રી યશેાવિજય ઉપાધ્યાય અને આનન્દઘનજીના જૈનશાસનની સેવા કરવામાં અત્યંત પ્રેમ હતેા; એમ શ્રીમદ્ બુદ્ધિસાગરજીએ લખેલા યશેવિજયજીના નિબંધથી અને શ્રીમદ્ આનન્દઘનજીના ચરિતવિભાગથી સ્પષ્ટ સમજી શકાય તેમ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમા વાચકને આદિથી તે અંતસુધી-પૂર્ણ ગ્રન્થ વાચવા માટે ભલામણ કરીએ છીએ. શ્રીમદ્ આનન્દઘનજીના ‘અધ્યાત્મજ્ઞાનના મુખ્ય વિષય હોવાથી તેમનાં પદાના ભાવાર્થમાં પણ અધ્યાત્મજ્ઞાનને મુખ્ય પદ આપવામાં આવ્યું છે; તેથી વ્યવહારના અનાદર કરવામાં આવ્યા છે એમ કદિ વાચકોએ માની લેવું નહીં. અધ્યાત્મવિષયક ગ્રન્થમાં અધ્યાત્મની મુખ્યતા આવી શકે છે અને વ્યવહારમાં વ્યવહારની મુમ્યતા આવે છે અને અધ્યાત્મજ્ઞાનની ગૌણુતા થાય છે.
ચંપાગલી, મુંખાઈ. શ્રાવણ શુદ ૧. સં. ૧૯૬૯.
અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અધ્યાત્મગ્રંથાની ઉપયોગિતા છે એવું લક્ષમાં રાખીને વાચકેાએ અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને ધર્મક્રિયાવ્યવહારમાં દૃઢ રહેવું અને તપ-જપ-વ્રત-નિયમ અને પચ્ચખાણુને ખપ કરતા રહેવું એમ ગ્રન્થ સ્પષ્ટ જણાવે છે. શુદ્ધ વ્યવહાર આદરવા માટે અધ્યાત્મજ્ઞાનની જરૂર છે. આત્મજ્ઞાન પામીને ચારિત્રમાર્ગમાં પ્રવૃત્તિ કરવી એજ ઉત્તમ ફૂલ છે. જૈન ધર્મના વ્યવહારમને દર્શા વનારા અનેક ગ્રંથો છે અને તે ગ્રંથાના અહેાળા ફેલાવા થાય છે તેની સાથે આધ્યાત્મિકગ્રંથોના ફેલાવાની પણ જરૂર છે તેથી અધ્યાત્મજ્ઞાનપ્રસારકમંડળ આધ્યાત્મિક ગ્રંથા બહાર્ પાડીને જૈનસમાજની સેવા ઉઠાવે છે તે પેાતાની ફ છે એમ ગણે છે. આવી રીતે જૈન કામની સેવા કરવામાં પ્રિય બંધુએ સાહાય આપે તે તે તેમની ફરજ છે, અને તેમની સાહાય્ય અધ્યાત્મજ્ઞાનપ્રસારક મંડળ ઇચ્છે તે તે પણ સ્વાભાવિક છે.
લી.
अध्यात्मज्ञानप्रसारक मंडळ.
For Private And Personal Use Only