________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૮ )
વાળા મનુષ્યપર કરુણાભાવ ચિત્તવવા અને મૈત્રીભાવ ધારણ કરવા, પણ વ્યક્તિદ્વેષ યુદ્ધ, નિન્દા, વગેરેમાં પડવું ન જોઇએ. કેટલાક મનુબ્યાને તેા એવી વૃત્તિ હેાય છે કે, પોતાનાથી ભિન્ન વિચારકોના મુખ સામું પણ કદી જોવું નહિ; તેના કોઈ ભિન્ન વિચારથી તેઓનું સર્વ ખોટું છે એમ માની લેઈ, પ્રતિપક્ષી વિચાર કરનારાઓને પશુ પંખીથી પણ હલકા ગણે છે અને તેઓને દોષ દૃષ્ટિથી નિહાળે છે; પ્રસંગ આવે તેઓની નિન્દા કરવાને ચૂકતા નથી, તેમ ભિન્ન ધર્મભેદ આદિથી તેને દેખતાંજ ક્રોધના આવેશમાં આવી જાય છે; આવી તેની અસહિષ્ણુતાથી તેઓ પેાતાની ઉચ્ચ દશા કરવા શક્તિમાન થતા નથી અને અન્યાનું પણ શ્રેય: કરવા શક્તિમાનૢ થતા નથી. જે મનુષ્ય વિચારભેદ અને ધર્મભેદની સહિષ્ણુતાને ધારણ કરવા સમર્થ થાય છે, તે અન્યો કરતાં આગળ વધે છે અને સ્વપરનું કલ્યાણ કરવા સમર્થ થાય છે. ધર્મભેદની સહિષ્ણુતાને ધારણ કરનારા મનુષ્યો પાતાના ધર્મના ફેલાવા કરી શકે છે અને અન્યોને ઉપદ્રવ કરતા નથી. મતભેદની સહિષ્ણુતા ધારણ કરવા પ્રયત્ન કરવા જોઇએ; એમ સુમતિ શીખવે છે. જૈનધર્મમાં કેટલાક ફાંટા પડી ગયા છે, પશુ ધર્મભેદની સહિષ્ણુતા રાખવાથી પરસ્પર કલેશ ન થાય તેમ વર્તી શકાય છે.
સુમતિથી આત્માના સહજ આનન્દ પ્રાપ્ત કરવા પ્રવૃત્તિ થાય છે. સત્ય આનન્દની પ્રાપ્તિ વિના મનુષ્યના જીવનમાં અને પશુ આદિના જીવનમાં ભેદ જણાતા નથી. સત્ય સુખનું સ્વરૂપ સમજવું અને તેની ગમે તે ઉપાયોથી પ્રાપ્તિ કરવી, તેજ મનુષ્ય જંદગીનું ફળ છે. મનમાં રાગ અને દ્વેષ જે વખતે હાતા નથી તે વખતે કંઈક સહેજ આનન્દનું ભાન થાય છે. મનાવૃત્તિમાં ઉત્પન્ન થતા એવા ખાદ્યભાવના ચિન્તાદિ વિચારાને શમાવવાથી અને આત્મસ્વરૂપમાં તન્મય થવાથી આત્માને સહજ આનન્દ અનુભવાય છે. આત્મા આનન્દના મહાસાગર છે. આત્મામાંજ આનન્દ છે. આત્માને મૂકી આનન્દની પ્રાપ્તિ માટે અન્યત્ર પરિભ્રમણ કરવાની જરૂર નથી, પૂર્વે જે જે મેટા મહાત્માએ થયા તેઓએ આત્મામાંજ આનન્દ શાયા હતા અને આત્મામાં રહેલું પરમાત્મતત્ત્વ પ્રગટ કર્યું હતું. બાહ્ય ક્ષણિક-મનેાહર પદાર્થોના ઉપભાગ આદિથી જે ક્ષણિક આનન્દને વેદવામાં આવે છે, તે સદાકાળ રહેતા નથી અને વસ્તુતઃ જોતાં તે ક્ષણિક આનન્દા લેશ પણ જડ વસ્તુઓમાંથી પ્રગટયા હોય એમ જણાતું નથી. ખાતાં પીતાં અને પદાર્થોને જોતાં જે કિંચિત્ આનન્દ થાય છે, તે પણ માહ્ય વસ્તુઓ માંથી નીકળીને મનમાં પ્રવેશેલા આનન્દ નથી. બાહ્ય વસ્તુઓમાં
For Private And Personal Use Only