________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૫ )
ડવી એ વસ્તુત: વિચારતાં અન્યાય લાગે છે. કદાપિ એમ કહેવામાં આવે કે પૂર્વભવના પુણ્યના યોગે તેના ઘેર લક્ષ્મી ભેગી થઈ અને તેથી તે લક્ષ્મીવાન થયા છે, માટે તેની મરજી હોય તો તે અન્યને આપી શકે તેમાં તેણે શે। અન્યાય કર્યો ? આ પ્રશ્નના ઉત્તરમાં કહેવાનું કે પુણ્યવંત તે દાનજ કરી શકે છે. ધર્મબુદ્ધિથી દાન કરી શકાય છે, તેથી મનુષ્યભવમાં પેાતાની ફરજ છે કે, જે લક્ષ્મી મળી છે તે પૂર્વભવકૃત પુણ્યાદયથી છે, માટે આ ભવમાં પણ તેવી રીતે ધર્મની વૃદ્ધિમાં લક્ષ્મી ઉપયોગ કરવાજ જોઇએ અને-એ ન્યાય છે; તેને કંજુસ મનુષ્ય તાડે છે, તેથી તે અન્યાય કરે છે એમ કહેવું ખોટું નથી. કંજુસાઈ કરવાથી કંજુસ મનુષ્ય, પરભવમાં સાથે લક્ષ્મી લેઈ જતા નથી અને સુખ પણ ભાગવી શકતા નથી, પણ દાતાર મનુષ્ય જગતના કલ્યાણુ માટે લક્ષ્મીના સદુપયોગ કરીને પેાતાના આત્માની ઉચ્ચ દશા કરે છે. પાતાના કુટુંબાદિ ઉપભેાગ કરતાં વિશેષ લક્ષ્મી હાય તા, અવય તેના સુપાત્રમાં વ્યય કરી દેવા-તે માટે જરા માત્ર પણ વાર કરવી ચેાગ્ય નથી. જૈનશાસ્ત્રોમાં પરિગ્રહ પરિમાણવ્રત કથવામાં આવ્યું છે અને તે ખરેખર કેવલજ્ઞાનથી બતાવવામાં આવ્યું છે તે સત્ય છે. પેાતાના મનમાં ધારેલા પરિગ્રહથી આજીવિકા ચલાવવી, કે જેથી અન્ય પરિગ્રહ માટે મૂર્છા થાય નહીં, તેમજ અન્યાના ઉપયોગમાં પણ આવે અને પેાતાની પાસે પરિગ્રહ કરતાં વિશેષ લક્ષ્મી થાય તે સુપાત્રમાં તેને સદ્ગુપયોગ થઈ શકે, ઇત્યાદિ અનેક પરોપકારની ખુબીઓને લેઈ પરિગ્રહ પરિમાણુવ્રત સ્થાપન કરવામાં આવ્યું છે. લક્ષ્મીના સદુપયોગ કરનારે વિવેકદૃષ્ટિને ધારણ કરવી જોઇએ, કે જેથી વિશેષ લાભ થાય. નામ અને કીર્તિની લાલસાથી લક્ષ્મીના જેઓ વ્યય કરે છે તે યથાર્થ લાભને પ્રાપ્ત કરી શકતા નથી, તેમજ જેએ ઉપકાર લેવાની બુદ્ધિથી લક્ષ્મીના વ્યય કરે છે, તેવા મનુષ્યા મધ્યમ લને પ્રાપ્ત કરી શકે છે; પણ જેએ પ્રતિફલની ઈચ્છા વિના વિવેકદૃષ્ટિથી લક્ષ્મીના સદુપયોગ કરે છે, તેઓ ઉત્તમ ફળ પ્રાપ્ત કરી શકે છે. મનુષ્યા જો આમ વિચારે અને સમજે તેા લક્ષ્મીના સદુપયોગ કર્યા વિના રહે નહિ.
જે લક્ષ્મીના અભિમાનમાં ભ્રાન્ત થએલા છે, તે જાતિવડે ભલે મનુષ્યા હોય, પણુ સા વિના મનુષ્યની કોટીમાં ગણી શકાય નહીં. જેઓ અનેક પ્રકારના વૈભવાથી પેાતાની કાયાને પાયે છે અને માજશાખમાં લાખા રૂપૈયાના ધુમાડો કરી દે છે, તે સ્વાથી છે; જેથી તેઓ ઉચ્ચ મનુષ્યકાટીમાં પ્રવેશી શકતા નથી. અન્યાના આત્માઓને દુ:ખી દેખી જેના આત્મામાં દયાની બુદ્ધિ પ્રગટતી નથી, તે નિર્દય
For Private And Personal Use Only