________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૯) તેની આગળ સર્વ પ્રકારનાં તેજ ઝાંખાં પડી જાય છે. સત્યના પ્રતાપથી દુનિયા ટકી રહી છે. સત્ય કદી અસત્યને મદત કરી શકતું નથી. સત્યના મહાસાગરમાં સુખના તરંગે ઉડ્યા કરે છે. જે મનુષ્ય જિહાવડે અસત્ય વદે છે, તેઓ મનુષ્યપણુના અધિકારી થયા નથી. જે મનુષ્ય સ્વાર્થના દાસ થઈને સત્યને તિરસ્કાર કરે છે, તેને ધર્મ તિરસ્કાર કરે છે. જે મનુષ્યો સત્ય બેલતાં અચકાય છે, તેઓ મોક્ષમાં જતાં પણ અચકાય છે. હૃદયરૂપ ઘરમાં અસત્યરૂપ અંધકાર રાખવાથી કંઈ પણ હિત થતું નથી, પણ–યદિ જે હૃદયરૂપ ઘરમાં સત્યરૂપ પ્રકાશ ધારણ કરવામાં આવે તો આત્મા પરમ સુખને માર્ગ ગ્રહણ કરી શકે. સત્ય વિનાનાં તપ-જપ વગેરેનાં અનુષ્ઠાને મુક્તિ આપવા સમર્થ થતાં નથી. સત્ય ધારણ કરવાને માટે મનુષ્યની જીંદગી છે, પણ અસત્ય ધારણ કરવા માટે નથી. સત્ય બોલવા માટે જિહા છે, પણ અસત્ય બેલવા માટે જિહા નથી. હૃદયમાં સત્ય ધારવું તે હદયનો સદુપયોગ છે અને જિલ્લાથી સત્ય બોલવું તેજ જિહાનું મુખ્ય પ્રયોજન છે. સત્યની મર્યાદા નથી, અર્થાત તે અમુક દેશ-કાળવડે પરિચિછન્ન નથી, પણ તે સર્વત્ર રહે છે. સત્યને મહિમા લાખે કરે જિલ્લાથી કરેડ વર્ષ પર્યત વર્ણવવામાં આવે તોપણું તે વર્ણવી શકાય તેમ નથી. સત્યની સહાય કરનારા દેવતાઓ છે. સત્ય, અને સુખ દેખાડવા સમર્થ થાય છે અને અસત્ય અસ્તે દુઃખ દેખાડવા સમર્થ થાય છે. સત્યમાં પ્રવેશ કરતાં પ્રથમ અનેક દુઃખ સહન કરવો પડે છે. સત્યની સાક્ષી હૃદય આપે છે અને તેને નિર્ણય, હદય પિતાની મેળે વિવેકદષ્ટિથી કરી લે છે. ઉલટી નદી ઉતરીને પેલે પાર જવું અને સત્ય બોલવું એ બે પ્રથમ તે સરખાં લાગે છે, પણ દઢ સંક૯પથી સત્યમાં પ્રવૃત્તિ કરવામાં આવે તે, સત્યને માર્ગ નિર્ભય અને આનન્દપ્રદ ભાસે છે. પ્રથમાભ્યાસમાં સત્ય બોલવું વજની પેઠે ભારે લાગે છે, પણું પશ્ચાત્ સત્યનો અભ્યાસ થવાથી આકડાના ફૂલના કરતાં પણ તે હલકું લાગે છે. સત્યરૂપ મટી સ્ટીમરવડે સંસારરૂપ મહાસાગરને સુખે તરી શકાય છે. સત્ય જે હૃદયમાં છે તે સહાયકારકેની ખોટ નથી. સત્યના સાક્ષીઓ લાખ સ્થાનકેથી પ્રગટ થાય છે. સત્યના માટે એક પૈસાને પણ વ્યય કરવાની જરૂર રહેતી નથી. સત્ય સર્વના હૃદયમાં વસવાને માટે તૈયાર છે, પણ તેને જે આમત્રણ કરે છે, તેના હૃદયમાંજ તે વસે છે. ગમે તે નીચ કુળનો મનુષ્ય હોય, પણ જે તેના હૃદયમાં સત્ય છે તે તે બ્રાહ્મણજ છે. કોઈ મુનિ વા બ્રાહ્મણ હય, પણ જે તે સત્યથી પરાભુખ હોય
ભ. ૪ર
For Private And Personal Use Only