________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૬) વિચારે તરફ માધ્યસ્થભાવ ધારણ કરાવનાર સુમતિ છે. અહિંસા, સંયમ અને તપશ્ચરણમાં પ્રવૃત્તિ કરાવનાર સુમતિ છે. અનિત્ય, અશરણું આદિ બાર ભાવનાઓને હૃદયમાં ગ્રહાવનાર સુમતિ છે. નવતત્ત્વ, ષટદ્રવ્ય, સાતનય આદિને અભ્યાસ કરાવનાર સુમતિ છે. સિદ્ધાન્તના રહસ્ય તરફ પ્રવૃત્તિ કરાવનાર સુમતિ છે. દયા તરફ અપૂર્વ પ્રેમ કરાવનાર, સત્યને હૃદયમાં ધારણ કરાવનાર; તથા સત્ય બેલાવનાર સુમતિ છે. અસ્તેયમાં પ્રવૃત્તિ કરાવનાર, બ્રહ્મચર્યમાં અપૂર્વ પ્રેમ તથા બ્રહ્મ ચર્યને ધારણ કરાવનાર, પરિગ્રહની મમતાને ત્યાગ કરાવનાર, સાધુનાં પંચ મહાવ્રત અને શ્રાવકનાં બાર વતન અંગીકાર કરાવનાર, સાધુ, સાવી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની પૂજ્યતા અને તેની ભક્તિ કરાવનાર અને સ્યાદ્વાદ દષ્ટિની ખીલવણી કરનાર સુમતિ છે. સાતનો પૂર્વક પ્રત્યેક પદાર્થનું સ્વરૂપ દર્શાવનાર, જૈનધર્મનાં તની શ્રદ્ધા કરાવનાર, શ્રી વીરપ્રભુની સર્વજ્ઞતાની શ્રદ્ધા કરાવનાર, હઠયોગ, ભક્તિ અને રાજ્યમાં પ્રવૃત્તિ કરાવનાર, અનેકાનપણે તોનું અપૂર્વ રહસ્ય સમજાવનાર, અને વ્યવહાર અને નિશ્ચય નયનું સ્વરૂપ સમજાવનાર સુમતિ છે. જ્ઞાન અને ક્રિયાવડે મોક્ષ થાય છે, એમ સૂક્ષ્મરીયા સમજાવનાર સુમતિ છે. સાધુની સંગતિ કરવાથી મહાલાભ પ્રાપ્ત થાય છે, એમ સમ્યક્રરીયા જણવનાર સુમતિ છે. અધ્યામતત્ત્વ ઉપર પરિપૂર્ણ પ્રેમ કરાવનાર, આત્માના ત્રણ પ્રકારના ભેદ જણાવનાર, નવતત્વમાં હેય, સેય અને ઉપાદેય કયું છે તેને પ્રકાશ કરનાર, સંયમમાં અપૂર્વ શક્તિ છે તેને જ|વનાર, અને જગતમાં સારમાં સાર આત્મા જ છે અને આત્મામાં સર્વ ઋદ્ધિ છે, એમ દર્શાવનાર સુમતિ છે. આત્મામાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યાદિ ગુણે રહ્યા છે, તે તથા આત્મા અને જડ વસ્તુઓનું ભિન્ન સ્વરૂપ દર્શાવનાર સુમતિ છે. કૃત્ય અને અકૃત્યનું સ્વરૂપ સમજાવનાર, ભક્ષ્ય અને અભક્ષ્યનું સ્વરૂપ અવધાવનાર, પેય અને અપેય પદાર્થોને વિવેક કરાવનાર, ઉદયન હેતુઓને સમજાવનાર, સર્વધર્મોમાં જૈન ધર્મની ઉત્તમતા બતાવનાર અને નાની અપેક્ષાએ દુનિયામાં ચાલતા સર્વ ધર્મો જૈનદર્શનમાં સમાઈ જાય છે, એમ નિર્ણય કરાવનાર સુમતિ છે. શ્રાવક ધર્મ કરતાં સાધુ ધર્મની ઉત્તમતા બતાવનાર, જૈન ધર્મની ઉન્નતિના ઉપાયોને દર્શાવનાર, જૈન ધર્મમાં પ્રવેશ કરાવનાર, જૈન ધર્મના ફીરકાઓમાં સલાહ શાન્તિ ફેલાવનાર, જૈન ધર્મને ઉપદેશ કરાવનાર અને તીર્થકરેની પરમાત્મદશા જણાવનાર સુમતિ છે. અન્ય ધર્મીઓ પર પણ શ્રેષ-કલેશ ન કરાવનાર સુમતિ છે.
For Private And Personal Use Only