________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૪) એકાંતવાદ ધારણ કરાવે છે. દુનિયામાં કમતિના ગે છો અનેક પ્રકારે અનીતિનાં કૃત્ય કરે છે. કુમતિ પિતાના સામર્થ્ય વેગે આત્માની પાસે સ્યાદ્વાદ દષ્ટિને આવવા દેતી નથી. અનેકાંતશૈલીને સ્વાદ ચાખવા જતાં કુમતિ અનેક પ્રકારનાં વિધ્ર કરે છે.
જ્યારે આત્માની સાથે કુમતિને સંબધ હોય છે, ત્યારે કોંધ, માન, માયા અને લેભ તરફ આત્માનું વલણ હોય છે; તેથી આત્મા અન્ય પદાર્થોને પોતાના માની મલકાય છે અને જડ પદાર્થોમાંથી સુખ ખેંચવા મિથ્યા પ્રયત્ન કરે છે. જ્યારે આત્માની સાથે ફમતિને સંબધ હોય છે, ત્યારે આત્મા, અન્ય જીવોનું ભલું ઈછી શકત નથી, કેમકે તે વખતે મોહનું જોર વિશેષ હોય છે. જ્યારે કુમતિને સંબન્ધ આત્માની સાથે હોય છે, ત્યારે જ્યાં ત્યાં સ્વાર્થ પ્રેમને સંબન્ધ કરવામાં આવે છે. કુમતિની એવી સ્વાભાવિક દષ્ટિ હોય છે કે, તે આત્માને અવળે માર્ગ દેખાડે છે. આત્મા જે જે હેતુઓથી કર્મ બાંધી શકે, તે તે હેતુઓને તે આત્માની આગળ રજુ કરે છે અને આત્માને મિથ્યા ભ્રાંતિમાં પાડે છે. કુમતિથી આત્માના સુખનું આછાદન થાય છે. પરસ્પર જીવોને અનેક પ્રકારનાં ભયંકર યુદ્ધો કરાવનાર કુમતિ છે. પાડે જેમ સરોવરને ડેળી નાખે છે, તેમ મનની શાંતતાને કમતિ ડેળી નાખે છે. કૃષ્ણલેશ્યા અને નિલલેશ્યાદિના ખરાબ વિચારેને કુમતિ કરાવે છે. કામગમાં અને અભક્ષ્ય ભક્ષણમાં સુખની ભ્રાંતિ કરાવનાર કુમતિ છે. સર્વ આત્માઓ એક જાતીય હોવા છતાં, પણ અન્ય આત્માઓને દુષ્ટ શત્રુ તરીકે જણાવનાર કુમતિ છે. માતા અને પિતા વચ્ચે વૈર કરાવનાર કુમતિ છે. બધુઓ બધુઓ વચ્ચે લડાઈ અને દુર્દશા કરાવનાર, તેમજ સ્ત્રી પુરૂષ વચ્ચે ભેદ પડાવીને બન્નેમાં ક્રોધ અને કલેશ કરાવનાર કુમતિ છે. રાજાઓમાં કલેશ કરાવીને હિન્દુસ્થાનની પાયમાલી કરનાર કુમતિ છે. હિન્દુઓ અને મુસલમાનેમાં કલેશ કરાવીને ઘેર યુદ્ધોદ્વારા બંનેની અધોદશા કરાવનાર કુમતિ છે. એક ઘરમાં અનેક પ્રકારના કલેશ કરાવનાર કુમતિ છે. હિન્દુસ્થાનના મનુષ્યોનું ખરાબ કરનાર કુમતિ છે. આર્યજનોમાં અનાર્યતાને વાસ કરાવનાર કુમતિ છે. ગુરૂ અને શિષ્ય વચ્ચે મહાનું કલેશ કરાવનાર ફમતિ છે. ઉછરતા બાળકોમાં વ્યસનની ટેવ પાડનાર કુમતિ છે. જૈનધર્મમાં અનેક પ્રકારના પંથે પાડનાર કુમતિ છે. જૈન ધર્મના સાધુએને પરસ્પર પ્રેમમાં વિઘ કરનાર કુમતિ છે. ગચ્છના ભેદવડે જૈનસાધુઓને પરસ્પર કલેશી બનાવનાર કુમતિ છે. સાધુઓના ઉપરથી શ્રાવકેની શ્રદ્ધા ઉઠાવનાર કુમતિ છે. સાધુઓને પિતાના ઈષ્ટ કર્તવ્યથી
For Private And Personal Use Only