________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૭ ) શ્રીમદ્ આનન્દઘનજી ભાવઅધ્યાત્મની અત્યન્ત ઉપયોગિતા જણાવે છે તેમાં ઘણું રહસ્ય સમાયું છે. ભાવઅધ્યાત્મની ઉપયોગિતા સર્વથા માન્ય છે; તેનેજ સાધ્યબિન્દુ કપીને જે જે અનુષ્ઠાન કરવાનાં હોય તે કરવાં જોઈએ. આત્માના પરિણામની શુદ્ધિ એજ અધ્યાત્મ છે, એમ જણાવીને તેમણે ભાવઅધ્યાત્મતરફ મનુષ્યની વૃત્તિ વાળવાને માટે, પોતાની રૂચિ અનુસાર શાસ્ત્રાધારે પ્રયત્ન કર્યો છે.
ભાવઅધ્યાત્મમાં પ્રવેશ કરવા માટે કવ્યાદિ નિક્ષેપની જરૂર છે. અનેક ભવના અભ્યાસથી ભાવાધ્યાત્મતરફ ગમન કરી શકાય છે. આપણે અધ્યાત્મતરફ ગમન કરવાને માટે ઈચ્છા રાખીએ છીએ, પરંતુ તે પહેલાં એક ઉપયોગી સૂચના એ લક્ષ્યમાં રાખવાની છે કે, મારે અધિકાર તે માટે થયો છે કે નહિ તેને નિર્ણય કરે, અને અધ્યાત્મમાર્ગ તરફ આવતાં જે જે સતક્રિયાઓ કરવાયોગ્ય હોય તેને આદર કરે. ઘર બાંધતાં પહેલાં જેમ પાયે મજબુત કરાય છે તેમ અધ્યાત્મતરફ વળતાં પહેલાં સદાચરણને પાયે મજબુત કરે. અધ્યાત્મજ્ઞાનથી મારા આત્માના ગુણે પ્રકટ થવાના છે એમ મનમાં દૃઢ નિશ્ચય કર, અને સત્કાર્યોના વ્યવહારમાંથી પાછું ન ફરાય તે માટે પૂરતે ઉપ
ગ રાખો. અધ્યાત્મજ્ઞાનરૂપ આગબેટિમાં બેસીને મોક્ષનગર તરફ પ્રયાણ કરવાની જરૂર છે. જે મનુષ્ય સંસારમાં શું સત્ય છે તેની ખળ કરે છે, તેઓ
અધ્યાત્મતરફ આવે છે. જે મનુષ્ય પોતાના આત્માને અધ્યાત્મતરછે સહજ આનન્દ પ્રાપ્ત કરવા ઇચ્છે છે તેઓ અધ્યાત્મ
તરફ વળે છે. જે મનુષ્ય સાંસારિક દુઃખોનો નાશ કરવા ઈચ્છે છે તેઓ અધ્યાત્મમાર્ગ તરફ વળે છે. જે મનુ વિષય વૃક્ષની છાયાથી કંટાળી ગયા હોય છે તેઓ અધ્યાત્મમાર્ગ તરફ વળે છે. જેઓ જીન્દગીને મુખ્ય હેતુ શેાધે છે તેઓ અધ્યાત્મ તરફ વળે છે. જેઓની તબુદ્ધિ થઈ હોય છે તેઓ અધ્યાત્મમાર્ગ તરફ વળે છે. જેની સાથે લક્ષ્ય બુદ્ધિ થઈ હોય છે તેઓ અધ્યાત્મમાર્ગ તરફ વળે છે. જેઓની વૈરાગ્ય પરિણતિ થઈ હોય છે તેઓ અધ્યાત્મમાર્ગ તરફ વળે છે. જેઓને સ્થળ જડ પદાર્થોમાં સુખ જણાતું નથી તેઓ અધ્યાત્મમાર્ગ તરફ વળે છે. જેઓના હૃદયમાં અનુભવ દશા પ્રકટી હોય છે તેઓ અધ્યાત્મમાર્ગ તરફ વળે છે. જેઓને કર્મનું અને આત્માનું ભેદજ્ઞાનવડે સ્વરૂપ સમજાયું હોય છે તેઓ અધ્યાત્મમાર્ગ તરફ વળે છે. જેઓ ક્રોધ, માન, માયા, અને લેભને નાશ
ભ. ઉ. ૮
For Private And Personal Use Only