________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૨ )
આ પદના સારાંશ એ છે કે, સુમતિ પ્રાપ્ત કરીને પ્રત્યેક વસ્તુઓના વિવેક કરવા જોઇએ. સુમતિથી વિવેકની પ્રાપ્તિ થાય છે, વિવેકથી આત્મા ઉપાદેય ભાસે છે. નવ તત્ત્વમાંથી હેય, જ્ઞેય અને આર્દ્રય કયાં કાં તત્ત્વ છે. તેનેા વિવેકથી પરિપૂર્ણ નિશ્ચય થાય છે. વિવેકથી આત્મતત્ત્વમાં અહર્નિશ રમણતા કરવી જોઈએ. વિવેક દૃષ્ટિથી પરમાત્મ તત્ત્વ અવલેાકાય છે. સુમતિને આત્મતત્વની પ્રાપ્તિ કરાવી આપનાર વિવેક છે. જૈનાગમેા વાંચીને સત્ય તત્ત્વના વિવેક પ્રગટાવવા જોઇએ. મુનિવરોની સંગતિ કરવાથી જૈનાગમાનું રહસ્ય અવબાધાય છે અને તેથી આત્માની પ્રાપ્તિ થાય છે, સુમતિ અને વિવેકનુ રહસ્ય અન્તરમાં અનુભવવું જોઇએ.
૫૬ ૭૬.
(ર૪ વસંત. )
प्यारे प्रानजीवन ए साच जान, उत बरकत नांही तिल समान. ॥ ત્યારે ॥૨॥
ભાવાર્થ:—સુમતિ અને કુમતિ એ બે આત્માની સ્ત્રીએ છે. અનાદિકાળથી આત્મા કુમતિના સંગમાં પડી રહે છે. આત્મા ખરેખર કુમતિની સંગતિથી સત્યતત્ત્વના વિચાર કરી શકતા નથી; આત્મા કુમતિના યોગે શુદ્ધદેવ-ગુરૂ અને ધર્મને ઓળખવા સમર્થ થતા નથી અને મિથ્યાત્વદશામાં પેાતાનું જીવન ગાળે છે. કુમતિથી દેવને દેવ તરીકે માનવામાં આવે છે. ક્રુગુરૂ અને કુધર્મને, સુગુરૂ અને સુધર્મ તરીકે માનવામાં આવે છે. કુમતિથી સ્થાનાંગ સૂત્રમાં કથેલાં દશ પ્રકારનાં મિથ્યાત્વ પ્રગટી નીકળે છે, કુમતિથી અનેક મનુષ્ય પાતપેાતાના નામની પ્રસિદ્ધિને માટે અનેક પૂત્થા ઉભા કરે છે. કુમતિથી કેટલાક મનુષ્યા કાઈ પણ પક્ષમાં પડી જઈ અનેક પ્રકારની યુક્તિયેા કરી, સુમતિનું મુખ પણ દેખી શકતા નથી. કુમતિથી કેટલાક એમ કથે છે કે, જગમાં આત્મા-પુણ્ય-પાપ-ધિર આદિ કંઇ નથી. મતિથી કેટલાક મનમાં પ્રાધંત સ્વેચ્છાચારે પ્રવૃત્તિ કરીને ધર્મથી વિમુખ થાય છે. કુમતિના સંગે જીવા સાંસારિક પદાર્થોની પ્રાપ્તિ માટે, હિંસા, જાઢ, વિશ્વાસઘાત આદિ અનેક પ્રકારનાં પાપકૃત્ય કરે છે; આગમાના અર્થોને ઉલટાવી પાતાની ધારણા મુજબ અર્થ કરે છે, ધર્મશાસ્ત્રોને ધિક્કારે છે અને વિષયશાસ્ત્રોને આદર આપે છે. કુમતિથી જીવા અનેક પ્રકારનાં પાખંડ કરે છે. કુમતિથી જીવા, અરિહંતદેવ, સુસાધુગુરૂ અને મહાવીરકથિત ધમને સ્વીકારતા નથી. કુમતિના પ્રેર્યા જીવા સાધુઓપર દ્વેષ કરે છે
For Private And Personal Use Only