________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૪ ) સંપૂર્ણ વૃક્ષને પોષે છે તેમ, અધ્યાત્મરસ પણ આત્માના સકલ ગુણોને પોષે છે અને આત્માની શુદ્ધિ કરીને તેને પરમાત્મરૂપ બનાવે છે. આત્માના ગુણને બાગ સિંચનાર અને તેને વિકસિત કરનાર અધ્યાભજલ છે. અધ્યાત્મરસમાં ભારેલી અનુભવરૂપ માત્રાનું સેવન કરનાર મનુષ્ય, પિતાના આત્માને પુષ્ટ કરીને નવું ચૈતન્ય પ્રગટ કરે છે. વૃક્ષેની અનેક શાખાઓ અને પ્રશાખાઓ હોય છે. શાખાઓ અને પ્રશાખાઓના આકારે ભિન્ન ભિન્ન હોય છે, કિંતુ તે શાખાઓ અને પ્રશાખાઓમાં વહેનાર રસ તે એકસરખો હોય છેતે પ્રમાણે ભિન્ન ભિન્ન છે, મતે, આચારે અને ધર્મની ભિન્ન ભિન્ન શાખાઓ અને પ્રશાખાઓને પોષનાર અધ્યાત્મરસ તે એકજ છે. મનુષ્યના મસ્તક પર તાપ તપતો હોય, ઉષ્ણુ લુના વાયરાઓ ચારે તરફથી વાતા હોય, તૃષા લાગવાથી કંઠ સુકાઈ ગયે હોય, તૃષાથી જીવ આકુળવ્યાકુલ થતો હોય,–આંખો ઉંડી ગઈ હોય, પગમાં ચાલવાની શક્તિ મન્દ થતી હોય, એવામાં શીતલજની વાવ મળે તે સર્વ પ્રકારની પીડા દૂર થઈ જાય અને શીતલજલથી તૃષાનું દુઃખ ટળે, તે પ્રમાણે મનુ
ને ચારે તરફથી અનેક પ્રકારની ઉપાધિના તાપ લાગતા હોય, તૃણુવડે અનેક પ્રકારનું દુઃખ અનુભવાતું હોય, આત્મબળની મન્દતા હોય, તેવા વખતે અધ્યાત્મરરને અમૃતઘડે મળે તે ખરેખર સર્વ પ્રકારનું દુઃખ દૂર થયાવિના રહે નહિ. અધ્યાત્મરસમાં એવા પ્રકારની શક્તિ છે કે, તે પચ્યાબાદ આત્મામાં નવું ચેતન્ય પ્રગટાવીને આત્મામાં આનન્દને આવિર્ભાવ કરે છે. જે મનુ અધ્યાત્મરસનું પાન કરે છે તેઓને અન્યરસેના સ્વાદો નિર્માલ્ય લાગે છે અને તેઓના મનમાં અધ્યાત્મરસ ચાખવાનીજ ભાવના વર્યા કરે છે. એકવાર જેણે અમૃતરસનો લેશ પીધે તેને બાકસબુકસ ભજન ગમે નહિ, તદ્રત એકવાર અધ્યાત્મરસનું પાન કરવાથી પશ્ચાત અન્યરસો ઉપર રૂચિ પ્રગટતી નથી, તેજ અધ્યાત્મરસની મહત્તા અવબોધવી. અધ્યાત્મજ્ઞાનનું શિરછત્ર જેના મસ્તક પર સદાકાલ હોય છે, તેજ આનન્દરસનો ભેગી અને ત્રણ ભુવનમાં એક સત્તાધારી જાણે. અધ્યાત્મજ્ઞાનની સત્તાવડે જેઓ પાંચ ઇન્દ્રિયો ઉપર અમલ ચલાવે છે તે જ ખરા રાજ્યકર્તા જાણવા. અધ્યાત્મજ્ઞાનરૂપ સૂર્યનાં કિરણેવડે જેના હૃદયમાં પ્રકાશ થાય છે તે મનુષ્ય, દુર્ગુણોને જીતવા સમર્થ બને છે. એક કવિ કહે છે કે “સ્કૂલ સામ્રાજ્ય કરતાં સૂક્ષ્મ અધ્યાત્મસામ્રાજ્યની લીલા જદાજ પ્રકારની છે.” અધ્યાત્મજ્ઞાનની સૃષ્ટિની રમણીયતાને અવલકયાવિના મનુષ્યની જીંદગી નકામી છે. એક કવિ કહે છે કે, “તમો
For Private And Personal Use Only