________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૭૮ ) વધિ યાર છે, તે તેણીના હદયદ્વારથી અવાધાય છે. સમતાના હૃદયમાં આત્મસ્વામીજ વસી રહેલા છે, તે તેણીના ઉદ્ધારથી સિદ્ધ થાય છે. આમસ્વામિને વિવેક દષ્ટિથી સત્ય અને અસત્યને ભેદ અવબેધાવવા તેણે પિતાનું અને મમતાનું સુખમય અને દુઃખમય ચરિત્ર ખડું કર્યું છે, કે જેને હૃદયમાં પરિપૂર્ણ સાર ઉતરી શકે અને તેથી આત્મા સમતાના ઘેર ગયાવિના રહે નહિ. છેવટે તેણીના વચનથી આનન્દના ઘનભૂત એવા આભાએ અવબોધ્યું કે, જડવાસને અન્ત જડ છે. જડમાં મમતા કરવામાં આવે છે, પણ જડવસ્તુઓ તો અન્તવાળી અર્થાત્ ક્ષય સ્વભાવવાળી છે. જે વસ્તુઓ પર મમતા કરવામાં આવે છે તે જડવસ્તુઓનો નાશ થતો પ્રત્યક્ષ દેખવામાં આવે છે, તેથી તે જડવસ્તુઓ પર મમતા રાખવાથી કશો ફાયદો થવાને નથી. ક્ષણિક જડવસ્તુઓ પર આત્મા અત્યન્ત મમતા ધારણ કરે, તેથી કંઈ ક્ષણિક જડવસ્તુઓ આત્માને ઉપકાર જાણતી નથી, તેમજ આત્માની સાથે રહેતી નથી. આત્માએ સમતાના ઉપદેશથી જડવસ્તુઓ પર થતું મમતાનું સ્વરૂપ અવધ્યું અને નિશ્ચય કર્યો કે ક્ષણિક જવસ્તુઓની મમતા કરવી તે કઈ પણ રીત્યા હિતકારક નથી અને તેથી સત્યાનન્દને અશમાત્ર પણ પ્રગટવાને નથી. આ પ્રમાણે નિશ્ચય થવાથી આત્મા પિતાની સ્ત્રી રમતા પ્રતિ વિલકવા લાગે અને તેણે સમતાના ઘરમાં આવાગમન કર્યું. આનન્દના ઘનભૂત એવા આત્માનું ચિત્ત હર્ષથી પ્રફુલ્લ થયું અને સમતાના ઘેર આવવાથી વિસન્ત ઋતુની શેભાની પેઠે આત્માની શેભા ખીલવા માંડી. સમતાના સંબધે આત્માની શોભા ક્ષણે ક્ષણે વૃદ્ધિ પામે છે. સમતાને સંગ થતાં આત્મા આનન્દ પ્રદેશમાં ઉતર્યો અને આનન્દને ભોગ કરવા લાગે એમ શ્રી આનન્દઘન કથે છે.
પર ક.
(સાવી ) रास शशी तारा कला, जोसी जोइ न जोस । रमता सुमता कब मिले, भगै विरहा सोस. ॥१॥
ભાવાર્થ –આત્માની સ્ત્રી સમતા કહે છે કે, તિષશાસ્ત્રના સર્વજ્ઞ ગણક! તું મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, ધન, મકર, કુંભ, મિથુન, એ બાર રાશિ. તથા ચંદ્રમા, તારા, કલા, અને ગ્રહો વગેરેને જોઈને કહે કે, મારે, મારા આત્મપતિની સાથે કયારે
For Private And Personal Use Only