________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ )
વનના કામરૂપ હસ્તિના નાશ કરનાર સિંહ છે. સર્વ પ્રકારની શુભેાપમાથી મારા આત્મસ્વામી શાલે છે. શુદ્ધપરિણતિ કથે છે કે, મારા મનરૂપ વનમાં આત્મસ્વામિ તે એક સિંહસમાન શેાલે છે. સિંહથી જેમ અન્ય પશુઓ ભાગી જાય છે, તેમ શુદ્ધપરિણતિના હૃદયમાં આત્મસ્વામીનું ધ્યાન થતાં, કામરૂપ ગજ તુર્તી પલાયન કરી જાય છે. શુદ્ધપરિણતિના પેાતાના ચેતનસ્વામીપર જે શુદ્ધ પ્રેમ છે તે ખરેખર અપૂર્વ છે.
શુદ્ધપરિણતિએ આત્માને જે ઉપમાએ આપી છે તે ખરેખર ચેાગ્ય છે. શુદ્ધપરિતિના હૃદયની ખરેખર આવી ઉત્તમ દશાજ હોય છે. મનુષ્યાએ શુદ્ધપરિણતિના ઉપર્યુક્ત ઉદ્ગારા વાંચીને પોતાના આત્મામાં રહેલી શુદ્ઘપરિણતિને પ્રગટાવવા પ્રયલ કરવા જોઇએ. શુદ્ધપરિણતિ પ્રાપ્ત કર્યાવિના મુક્તિમાં પ્રવેશ થવાને નથી. આત્માની શુદ્ધપરિણતિ જેના હૃદયમાં પ્રગટશે તેને ઉપર્યુક્ત ભાવના જાગ્રત્ થશે. મનુષ્યાએ શુદ્ધપરિણતિનું પ્રથમ સ્વરૂપ જાણવું જોઇએ. શુદ્ધપરિણતિ પ્રાપ્ત કરતાં નવનેજા પાણી આવે છે. આહિરના ત્યાગમાત્રથી વા શુદ્ધપરિણતિ સંબન્ધી શુષ્કજ્ઞાનિયાની પેઠે મેાટી માટી વાર્તા કરવાથી કંઈ શુદ્ધપરિણતિની પ્રાપ્તિ થઈ શકતી નથી. પૂર્વ ભવના ધર્મસંસ્કાર અને આત્મજ્ઞાન દશા અને સતત આત્મભાવના એ ત્રણ ઉપાયોથી શુદ્ધપરિણતિની પ્રાપ્તિ થઈ શકે છે. શુદ્ધપરિણતિ થઈ કે તુર્ત આત્મા પેાતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરે છે. શુદ્ધપરિણતિ પ્રાપ્ત ફરવાની પૂર્વે અનેક સદ્ગુણાની જરૂર છે.—ધારો કે મુક્તિરૂપ મહેલનાં લાખ પગથીયાં હોય તેા શુદ્ધપરિણતિ એ ઠેઠ મહેલની નજીકનું પગથીયું છે. પહેલાં હજારા પગથીયાં ન ચઢયો હોય તે એકદમ શુદ્ધપરિતિના પગથીએ ચઢી જવા ધારે તે અયોગ્ય છે. મુક્તિ મહેલપર પગથીયાંના અનુક્રમથી ચઢી શકાય છે. શુદ્ધપરિણતિની મોટી મેાટી વાર્તાએ કરવી અને પૂર્વેનાં હજારો પગથીયાંપર તેા ચડવાની વૃત્તિ પણ ન હેાય, તે તે શુ પરિણતિના અધિકારી કેમ બની શકે?
શુદ્ધપરિણતિની પ્રાપ્તિમાટે સમાનદષ્ટિની અત્યન્ત જરૂર છે. સમાનદૃષ્ટિનાં પણ અસંખ્ય પગથીયાં છે. કેાઈનામાં એકગણી સમાનદૃષ્ટિ ખાલી હાય છે, કોઈનામાં દશગણી સમાનર્દષ્ટિ ખીલી હોય છે. કોઈનામાં હજારગણી સમાનર્દષ્ટિ ખાલી હેાય છે, કાઈનામાં લાખગણી સમાનદૃષ્ટિ ખીલી હોય છે. કોઈનામાં કરોડગણી સમાનદષ્ટિ ખીલી હાય છે, કોઈનામાં પરાર્ધગણી સમાનદષ્ટિ ખાલી હોય છે. અંશે રાગદ્વેષ ટળે છે તતદંશે સમાનદૃષ્ટિ ખીલતી જાય છે,
જે જે
જેમ
For Private And Personal Use Only