________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૫૩) નથી; તેથી મારા ઉપર તેઓનું કશું–કંઈ જોર ચાલવાનું નથી. ત્રણ ભુવનને સ્વામી મારે આત્મા છે. તેના શરણે હું ગઈ છું તેથી હે રાગાદિ શત્રુઓ ! તમારું કશું કંઈ ચાલવાનું નથી. સ્વામીનું શરણું પામેલી સ્ત્રીને ત્રણ ભુવનમાં કેઈનો ભય રહેતો નથી.
સમતાની આવી, પતિપર શુદ્ધ પ્રેમદશા ખરેખર આદરણીય છે. સકલ દુનિયાની લજજા, ભય અને સ્પૃહાને ત્યાગ કરીને સ્વકીય પતિના શરણમાં મસ્ત બનેલી -બે હાથ ઉઠાવીને-તે જે બોલે છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. સ્ત્રીમાં જે ગુણે જોઈએ તે સર્વ ગુણો સમતામાં દેખવામાં આવે છે. દુનિયામાંથી ઈષ્ટત્વ અને અનિષ્ટત્વ ઉઠી ગયું છે
અને તેને ફક્ત પિતાનો ચેતનસ્વામીજ એક ઈષ્ટ લાગે છે. સમતા પિતાના ચેતનવિના કશું કંઈ દેખાતી નથી, અર્થાત તેને આત્મા તેના ચેતનસ્વામીપર તલ્લીન બની ગયો છે. પ્રત્યેક મનુષ્યમાં આવી સમતા પ્રગટે અને તે આત્માની પ્રાપ્તિ માટે તેવી દશા ધારણ કરે, તો મુક્તિસ્થાન કંઈ વેગળું નથી.
જગતની સ્થલભૂમિકામાં પણ ઉત્તમ પતિવ્રતા સ્ત્રી સ્વકીય સ્વામિપર આ ઉત્તમ પ્રેમ ધારણ કરે છે અને પિતાના સ્વામિના શરણમાં રહે છે. તે કામાભિલાષ, રૂપરાગ, શરીરરાગ અને કુટિલ પુરૂ
ના ફન્દમાં ફસાતી નથી. વ્યભિચારી દુષ્ટ પુરૂષેનું જોર પતિવ્રતા ઉપર ચાલી શકતું નથી. પતિવ્રતાને અન્ય કામી પુરૂષો પકડવાને શક્તિમાન્ થતા નથી. નિર્દોષ, નીતિમય પ્રેમને ઉત્તમ પતિવ્રતા સ્ત્રી ધારણ કરે છે. કુલટા-પંથલી સ્ત્રીઓથી દેશની અધોગતિ થાય છે અને ઉત્તમ પતિવ્રતા સ્ત્રીઓથી દેશની ઉન્નતિ થાય છે. પતિવ્રતાના શુદ્ધ ઉત્તમ ગુણથી જગતમાં તે પૂજ્ય બને છે અને સતી તરીકે પ્રખ્યાતિને પામે છે અને સોળ સતીઓની પેઠે તે પ્રાતઃસ્મરણીય થાય છે. કદાપિ મેરૂ પર્વત ચલાયમાન થાય, કદાપિ સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે, તે પણ ઉત્તમ પતિવ્રતા સ્ત્રી જ્યાં સુધી ગૃહાવાસમાં રહે તાવત, સ્વપતિનું શરણું કરે છે અને પોતાના પતિવ્રતાના ધર્મોનું સંરક્ષણ કરે છે; હજારે દુષ્ટ કામી પુરૂષ તેની લાજ લુંટવા પ્રયત્ન કરે તે પણ તે કદાપિ ભ્રષ્ટ થતી નથી. સિંહણની પેઠે શૂરી એવી પતિવ્રતા સ્ત્રીના ધર્મતેજથી દુષ્ટ પુરૂષે પણ ભાગી જાય છે. તે પતિના શરણે હોય છે તેથી અન્ય દુષ્ટ લેકેનું કશું કંઈ ચાલતું નથી. બાલ્યાવસ્થામાં સ્ત્રી જાતીને માતા અને પિતાનું શરણું હોય છે, યુવાવસ્થામાં પતિનું શરણ હોય છે, પશ્ચાત તેને પુત્રો થતાં પુત્રોથી તેનું રક્ષણ થાય છે. પતિવ્રતા સ્ત્રીએના પ્રતાપથી મારવાડના ઉદેપુર આદિના-શિશદીઆ આદિ ક્ષત્રિ
For Private And Personal Use Only