________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૭) વર્ગને આરાધના કરવાની શક્તિવાળે હેવો જોઈએ. શ્રી જિનેશ્વર ધર્મમાં અને તેમના આગમમાં જેનું હૃદય શ્રદ્ધાથી રંગિત થઈ ગયું છે એ પુરૂષ હોવો જોઈએ. સંસારમાં અનેક પ્રકારની ઉપાધિમાં સ્થિરતા ધારણ કરી શકે એવો પુરૂષ હોવો જોઈએ. નીતિના સદ્વર્તનથી પિતાની શ્રેષ્ઠતાની ખ્યાતિ કરાવનાર પુરૂષ હોવા જોઈએ. પ્રસંગોપાત્ત પિતાની સ્ત્રીને પ્રેમ અને વિવેકથી હિતશિક્ષા આપનાર હોવો જોઈએ, અર્થાત વેશ્યા અને અન્ય સ્ત્રીઓના સમાગમમાં વિષયોગેચ્છાથી ન આવનાર જે હોય, આર્ય રીતિ, નીતિ અને સદાચારથી પિતાનું, પવિત્ર જીવન ગાળનાર હોય, પોતાની સ્ત્રીનાપર વિષયભોગવિનાનો પણ અન્ય નિર્મલ આત્મપ્રેમને ધારણ કરનાર હોય, તેવા પુરૂષ ખરેખર લગ્નસંસ્કારને
ગ્ય ગણી શકાય છે; એમ વિદ્વાનો જણાવે છે. લગ્નના મંડપમાં ગમન કરીને સ્ત્રી સાથે લગ્ન કર્યા અને પતિ બની ગયા એટલાથી કંઈ પતિ તરીકેની યોગ્યતા પ્રાપ્ત થઈ શકતી નથી. તેનામાં ઉપર્યુક્ત ગુણો હોવા જોઈએ, તેમજ અન્ય પણ ઘણું ગુણે હેવા જોઈએ. હવે પતિની સાથે લગ્ન કરતાં સ્ત્રીએ ક્યા ક્યા ગુણો ધારણ કરવા જોઈએ તે દર્શાવે છે.
સ્ત્રીમાં સ્વાભાવિક ગુણુ કરૂણુનો હોવો જોઈએ. પિતાના પતિસિવાય અન્ય સર્વ પુરૂષોપર નિષ્કામ–શુદ્ધ પ્રેમ ધારણ કરનારી હોવી જોઈએ. પિતાના પતિ પર પણ સકામ અને નિષ્કામ પ્રેમને ધારણ કરનારી હોવી જોઈએ. કેટલીક મારવાડની ક્ષત્રિય-રાણીઓની પેઠે પ્રાણ પડે તોપણ શીયલવ્રતથી ભ્રષ્ટ ન થનારી અને દયાની દૃષ્ટિથી સર્વ જીવોનું ભલું કરનારી હોવી જોઈએ. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે વર્ગની, ગૃહસ્થદશામાં આરાધના કરનારી હોવી જોઈએ. તે પરપુરૂષને વિષયભેગની બુદ્ધિથી કદાપિ ન દેખનારી હોય, સ્વકીય ગૃહકાર્યની વ્યવસ્થા કરનારી હોય, પતિના પ૨ પ્રાણ પાથરનારી હોય, વિવેક દષ્ટિથી ગૃહકાર્ય કરનારી હોય, ઉલટા સ્ત્રીઓની સંગતિ કરનારી ન હોય, કામભેગને માટેજ પાણિગ્રહણ કર્યું છે એવી બુદ્ધિને ધારણ કરનારી ન હોય, કામગ છે તેજ મનુષ્ય જીવનનું કર્તવ્ય છે એમ ન સમજતી હોય, મનમાં ઉત્પન્ન થતા કામના વિચારોથી ઉન્માર્ગમાં ગમન કરનારી ન હોય, પતિની સાથે કલેશ કરનારી ન હોય, અનેક પદાર્થોના સ્વાર્થની સિદ્ધિ માટે જ પતિને કર જોઈએ, એવું જેના મનમાં સાધ્ય બિન્દુ ન હોય, સ્વાર્થ સરે તાવતુ પતિને માને અન્યથા પતિથી પરાડ મુખ થઈ જવું એવા દેલવાળી ન હોય, હૃદયમાં અન્ય અને વાણીમાં અન્ય એવા દ્વિધા ભાવને ધારણ ન કરતી હોય, પતિથી કપટ કરીને અન્ય બાજી રમનારી ન હોય, ધર્મમાર્ગમાં જેની અત્યંત
For Private And Personal Use Only