________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૨૬ ) કરવી તે લોકનું વિશેષ મૂઢપણું જાણવું. આ પ્રમાણે ચાવવાદિઓ સ્વીકારે છે. સાધ્ય એટલે બુદ્ધિગ્રાહ્ય વસ્તુ વિષે, પ્રવૃત્તિ અને નિવૃત્તિ વડે જે લેકમાં પ્રીતિ થાય છે તે નિરર્થક છે. તેઓના મતમાં કામથકી અન્ય બીજે કઈ ધર્મ નથી.
લોકાયિત એટલે ચાર્વાક–વા નાસ્તિક મત આ પ્રમાણે સંક્ષેપથી કહ્યું. કહેવા લાયક જે તાત્પર્યાળે છે, તે જ્ઞાની પુરૂએ સર્વ પ્રકારે વિચારવા યોગ્ય છે.
શ્રીમાન હરિભદ્રસૂરિએ પદર્શન સમુચ્ચય ગ્રન્થમાં ઉપર્યુક્ત સ્વરૂપ બતાવ્યું છે. કેટલાક સારભૂત લોકેનું અત્ર આલેખન કર્યું છે.
પદર્શનમાં કયું દર્શન સત્ય છે, તેને આધાર તેના પ્રરૂપક ઉપર રહે છે. શ્રી જિનેશ્વર ભગવાન કેવલજ્ઞાની છે અને તે સમવસરણમાં બેસીને પદાર્થોનું જેવું સ્વરૂપ છે તેવું બતાવે છે, માટે શ્રી તીર્થકરનું વચન સત્ય પ્રમાણુરૂપ કરે છે. અર્થાત્ રાગદ્વેષનો પરિપૂર્ણ ક્ષય થવાથી અને કેવલજ્ઞાન ઉત્પન્ન થવાથી, શ્રી કેવલીભગવાન સોપદેશ આપે છે, માટે તીર્થકર કથિત જૈનદૉન પ્રમાણ છે.
દરેક દર્શનવાળાઓના શાસ્ત્રોમાં, ભેડા ઘણે અંશે દર્શન વા તે તે સમયે ચાલતાં અન્ય અન્યદર્શનના ખંડન મંડનની ચર્ચા હોય છે. ભારતવર્ષની બહિરના દેશમાં પણ ધર્મના અનેક પળે છે અને તેઓમાં અન્ય પળેની ચર્ચા હોય છે. વેદન્તશાસ્ત્રોમાં અન્યદર્શનની ચર્ચા છે. સર્વ દર્શનવાળાને ત્યાં વાવાદનો નાદ હોય છે. મુખ્ય પદર્શનના વાદરૂપ નાદ પૂર્વકાલમાં હતા. વાવાદ કરીને સર્વ મનુષ્ય પિતાપિતાને ધર્મ સ્થાપન કરે છે. હવે આ સર્વ દર્શનેમાંથી કયું દર્શન સત્ય છે, તેને શ્રીમાન આનન્દઘનજી નિશ્ચય કરીને કહે છે કે, જૈનદર્શન સત્ય છે, કારણ કે, જૈનદર્શનમાં જેવું વસ્તુઓની અપેક્ષાએ સૂક્ષ્મ સ્વરૂપ પ્રતિપાદન કર્યું છે તેવું અન્યદર્શનમાં કર્યું નથી. અમે ક્યા દર્શનવાળાનું બેલીએ ! અન્યદર્શનવાળાઓ પિતાનું સત્ય માને છે અને અન્યનું એકાત અસત્ય માને છે. જૈનદર્શનમાં તો જગતમાં ચાલતા સર્વ દર્શનેને અપેક્ષાએ સમાવેશ થાય છે. દરિયામાં નદીઓને સમાવેશ થાય છે, પણ નદીઓમાં સમુદ્રને સમાવેશ થત નથી, તેમ જૈનદર્શનરૂપ સાગરમાં અન્યદર્શનરૂપ નદીઓને સમાવેશ સાપેક્ષ દષ્ટિથી થાય છે, કારણ કે જૈનદર્શન નની અપેક્ષાએ સર્વ દર્શન નોના સારને ગ્રહણ કરે છે. સાપેક્ષવાદનું સ્વરૂપ જણાતાં અન્ય નિરપેક્ષવાદથી ઉથિત એકાત દર્શનની કેણ શ્રદ્ધા કરે? જૈનદર્શનમાં સર્વ દર્શન નની સાપેક્ષ દષ્ટિથી સમાવેશ થાય છે, માટે અન્ય બૌદ્ધાદિ
For Private And Personal Use Only