________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
પશુ માહ્ય પર્દર્શનના યાદમાં પડીને, રાગદ્વેષના ખરાબ ખેલમાં ન પડવું; એમ શ્રીમદ્ પેાતાના આશય પ્રગટ કરીને કહે છે.
वाग्वाद खट नाद सहुमे, किसके किसके बोला । પાદ્દાળનો માર ાંદી કઢાવત, જ તારેા રોજાયેલોનારા
ભાવાર્થ:—ષદર્શનરૂપ નાદથી ઉત્પન્ન થએલ વાણીના વાદ સકલ દર્શનામાં છે, એમાં કેાનું કોનું બેલીએ? દર્શનવાદરૂપ પાષાણને હે જીવ! તું કેમ ઉઠાવે છે? વસ્તુતઃ જોઈએ તે એક તારના ચાલાની પેઠે આત્મામાં તે ષગ્દર્શનના સમાવેશ થાયછે, એકતારાના તંબુરામાંથી છ સ્વર નીકળે છે તેમ, આત્મામાંથી ષદર્શન પ્રગટયાં છે અને સમ્યક્ત્વજ્ઞાન થતાં તેમાં સમાઈ જાય છે.
॥ જોજ
गौतमश्च कणादश्च कपिलश्चपतञ्जलिः ।
व्यासश्व जैमिनिश्चापि दर्शनानि षडेवहि ॥ १ ॥
ન્યાયદર્શન, વૈશેષિકદર્શન, સાંખ્યદર્શન, ચોગદર્શન, વેદાન્તદર્શન, ( ઉત્તરમીમાંસા ) જૈમિનીયદર્શન ( પૂર્વ મીમાંસા ) આ યગ્દર્શનના વાદમાં કોનું કોનું સત્ય કહી શકાય? એકેક દર્શનના વાદરૂપ પત્થરના ભારને મસ્તકપર શામાટે ઉપાડવા જોઇએ, દરેક દર્શના અમુક અમુક નયની અપેક્ષાએ ઉત્પન્ન થયાં છે, નવવર્ષોમાં કહ્યું છે કે,—
॥ થા ॥
जावइया वयणपहा तावइयाचेव हुंति नयवाया ।
जावइया नयवाया तावइयाचेव हुंति नयवाया ॥ १ ॥
જેટલા વચનના માર્ગે છે તેટલા નયવાદા છે અને જેટલા નયવાદા છે તેટલા વચન માર્ગો છે. દુનિયામાં જેટલાં દર્શને છે તે સર્વને ગમે તે નયામાં સમાવેશ થયાવિના રહે તે નથી. અનેકાન્ત (જૈનદર્શન) માં સર્વ દર્શનના સાપેક્ષાએ સમાવેશ થાય છે. ન્યાય અને વૈશેષિક દર્શન અમુકરૂપે આત્માનું અને પરમાત્માનું અસ્તિત્વ સ્વીકારે છે. સાંખ્યદર્શન પણ પુરૂષરૂપે આત્માનું અસ્તિત્વ સ્વીકારે છે. જૈનશાસ્ત્રકારોએ ષડ્દર્શનનાં નામ નીચે પ્રમાણે દર્શાવ્યાં છે.
॥ ોજ । दर्शनानि षडेवात्र, मूलभेदव्यपेक्षया ।
देवता तत्वभेदेन ज्ञातव्यानि मनीषिभिः ॥ १ ॥ बौद्धं नैयायिकं सांख्यं, जैनं वैशेषिकं तथा । जैमिनीयं च नामानि, दर्शनानाममून्यहो ॥ २ ॥
For Private And Personal Use Only