________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૮ ) અપેક્ષાએ કાંઈ આશ્ચર્ય નથી. આત્મા તેિજ પૂજ્ય છે માટે તે અપેક્ષાએ ગુરૂ છે; આ પ્રમાણે અધ્યાત્મ દષ્ટિથી અન્તરમાં અનુભવ કરવામાં આવે છે તો અપૂર્વ ખેલ જણાય છે અને તે અપૂર્વ ખેલ સદાકાલ એક રૂપે રહે છે અને તે સહજ નિત્ય આનન્દપ્રદ છે, માટે અપૂર્વ કહેવાય છે. શ્રીમદ્ આ અપૂર્વ ખેલને અન્તરમાં અનુભવ કરીને અન્યને દર્શનાર્થ સંબોધે છે. અધ્યાત્મ દૃષ્ટિથી આત્મા ગુરૂ અને ચેલે છે, એવું જાણું વ્યવહારથી ગુરૂશિષ્યનો ભાવ છેડેવો નહિ. દરેક વચન અપેક્ષાવાળાં છે. लोक अलोक बिच आप बिराजित, ज्ञानप्रकाश अकेला । बाजी छांड तहां चढ बैठे, जिहां सिंधुका (सिद्धका ) मेला
- ૨ ભાવાર્થ –આત્માને આ અપૂર્વ ખેલ સિદ્ધાત્મામાં પણ પ્રથમથી ઉતારી શકાય છે અને અપ્રમત્તાદિ ગુણસ્થાનકે ચડીને સિદ્ધ થયા, તેથી કારણ કાર્યભાવ તરીકે પણ આત્મામાં અપૂર્વ ખેલરૂપ અર્થ ઉતારી શકાય છે. સકલ કર્મનો ક્ષય કરીને નિર્મલ–પરમ શુદ્ધ બનેલ આત્માને, સિદ્ધ કહેવામાં આવે છે. સિદ્ધ ભગવાન ક્યાં રહે છે તે જણાવવામાં આવે છે, લોક અને અલકના વચ્ચે એટલે બેના મધ્યમાં સિદ્ધ ભગવાન, આપ અર્થાત પિતે બિરાજે છે. લોકના અતે સિદ્ધપરમાત્માઓ છે અને ત્યાંથી આગળ અલોક શરૂ થાય છે. આત્મા ત્રયોદશમ ગુણસ્થાનકમાં કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રાપ્ત કરે છે. કેવલ જ્ઞાનવડે લેક અને અલક સર્વે પ્રત્યક્ષ દેખાય છે. દરેક વસ્તુઓ દ્રવ્યરૂપે અનાદિ અનન્ત છે, કેવલજ્ઞાનમાં તે તે વસ્તએ અનાદિ અનન્તરૂપે દ્રવ્યપણે હેવાથી તેને અનાદિ અનન્તરૂપે ભાસ થાય છે. પર્યાયરૂપે દરેક વસ્તુઓ સાદિસાંત છે, માટે કેવલજ્ઞાનમાં તેઓ સાદિસાન્તપણે ભાસે છે. કેવલજ્ઞાનરૂપ એકજ પ્રકાશ તેરમા ગુણુ સ્થાનકમાં છે. ક્ષાયિક ભાવના કેવલજ્ઞાન વખતે, પશમ ભાવનું મતિજ્ઞાન વા શ્રુતજ્ઞાન હોતું નથી. એક કેવલજ્ઞાનમાં લેકાલેકને ભાસ થાય છે. તેરમા ગુણસ્થાનકમાં કેવલી સર્વ ક્રિયાઓ કેવલજ્ઞાનરૂપ પ્રકાશયોગ કરે છે. કેવલજ્ઞાનીજ સર્વર કહેવાય છે. શ્રી ચોવીશમા તીર્થંકર મહાવીર પ્રભુ કેવલજ્ઞાની હતા, તેથી તેમણે સત્ય ધર્મને ઉપદેશ આપ્યો છે અને તે પિસ્તાલીશ આગમ વગેરે વાંચવાથી સમ્યક રીત્યા અવબોધાય છે. તેરમાં ગુણસ્થાનકમાં ચાર ઘાતી કર્મ હેતાં નથી, કારણકે ચાર ઘાતી કર્મને સર્વથા નાશ થવાથી, ત્રયોદશમ ગુણસ્થાનકની
For Private And Personal Use Only