________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૫) बाह्य खेल करतां अन्तरनो खेल अपूर्व केपी रीते छ ?
જે ખેલ દેખવાથી અપૂર્વ આનન્દ પ્રગટે છે, તે અપૂર્વ ખેલ કહેવાય છે. બાળકને નાન્હાં નાહાં રમકડાંને ખેલ અપૂર્વ આનન્દવાળે તે દશામાં ભાસે છે અને તેથી તેઓ તે દશામાં આનન્દથી જીવી શકે છે. જરા મોટી ઉમર થતાં બેલાબેટ, વગેરે રમત ખેલવામાં યુવકને અપૂર્વ આનન્દ મળે છે. યુવાવસ્થામાં બાલ્યાવસ્થાના ખેલ નિસ્સાર ભાસે છે, પણ તે વખતે યુવાવસ્થાના ખેલે આનન્દપ્રદ દેખાય છે. યુવાવસ્થામાં સ્ત્રીના ખેલ, નાટક જેવા ખેલ, કુસ્તીના ખેલ, હાથી યુદ્ધના ખેલ, પશુ પંખીના ખેલ, વેશ્યાના નાચ, ઘોડાના ખેલ અને અનેક પ્રકારના તમાસા જોવામાં અપૂર્વ આનન્દ જણાય છે, કિન્તુ વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થતાં યુવાવસ્થાના ખેલોમાં આનન્દ ભાસતો નથી, પણ જાણે યુવાવસ્થામાં કરવાદી કરી હોય તેવું લાગે છે. વૃદ્ધાવસ્થામાં સુન્દર યૌવનવન્તી સ્ત્રીઓમાં પણ અપૂર્વ આનન્દ ભાસતું નથી. આ પ્રમાણે બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાના ભેદે દુનિયાના ખેલે અપૂર્વ ભાસનારા પણ નિસ્સાર લાગે છે અને તેમાં કંઈ આનન્દપ્રદ જણાતું નથી, અર્થાત્ બાહ્ય પદાર્થોના અપૂર્વ ખેલે તે અમુક વયની અપેક્ષા હોય છે, પણ અમુક અવસ્થાએ તેમાં કંઈ સાર જણાતો નથી. જે વસ્તુઓ પર પૂર્વે મન એંટતું હતું અને તેમાં લયલીન થતું હતું, તેજ મન અન્યાવસ્થા વેગે, તેનામાં પ્રેમથી ચોંટતું નથી. જે વેશ્યાઓના ખેલો દેખનારને આનન્દપ્રદ લાગે છે, તે જ ખેલ ખેલનારી વેશ્યાઓને આનન્દપ્રદ લાગતા નથી. તેને વળી અન્ય ખેલમાં આનન્દ લાગે છે. બાહ્ય સૃષ્ટિમાં કેઈ અપૂર્વ ખેલ નથી. આત્મજ્ઞાન પ્રાપ્ત થતાં બાહ્ય પદાર્થોના ખેલપર પ્રેમ રહેતો નથી. બાહ્ય પદાર્થો અમુક વખતે અપૂર્વ લાગે છે, પણ તેના કરતાં કેઈ અન્ય વસ્તુપર મન લાગ્યું તો પૂર્વના ખેલપર પ્રેમ રહેતું નથી. રૂપૈયે ન દેખ્યો હોય ત્યાંસુધી પૈસાપર પૂર્ણ પ્રેમ હોય છે, પણ રૂપૈયો પ્રાપ્ત થતાં પૈસાની અપૂર્વતા જણાતી નથી. સોનામહોર દેખતાં રૂપૈયાની અપૂર્વતા કંઈ હિસાબમાં ગણાતી નથી. મેતિ, પન્ના અને હીરાની પ્રાપ્તિ થતાં સુવર્ણ મહોરમાં અપૂર્વતા ભાસતી નથી. રત્નની પ્રાપ્તિ થતાં મતિ વગેરેમાં અપૂવતા ભાસતી નથી; એમ ઉત્તરોત્તર ચડતી વસ્તુઓ મળતાં તેઓનામાં પ્રેમ લાગે છે અને પૂર્વની વસ્તુઓ પર પ્રેમ રહેતો નથી. આ પ્રમાણે વિચાર કરતાં નિશ્ચય થાય છે કે, બાહ્યની વસ્તુઓમાં એકસરખો પ્રેમ રહેતો નથી અને તે વસ્તુઓ આનન્દ દેનારી પણ હોતી નથી. પ્રથમ ગરીબ મનુષ્યને કોઈ સામાન્ય પદવી લેવા માટે મનમાં બહુ પ્રેમ ઉપજે છે
For Private And Personal Use Only