________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૧ )
દશામાં રહીને યથાશક્તિ જૈનધર્મ આરાધવા જોઇએ અને વૈરાગ્યવડે સાધુની દીક્ષા ગ્રહણ કરીને સાધુના તાવડે જૈનધર્મ આરાધવા ોઈએ; એમ વિવેક દૃષ્ટિથી શાસ્ત્રાધારે સમજાય છે.
અવિવેક દૃષ્ટિવાળા કેટલાક શ્રાવકા પેાતાના ગૃહસ્થધર્મ પ્રમાણે ધર્મ, અર્થ, કામ અને મેાક્ષનું આરાધન કરી શકતા નથી, તેઓ ખરેખર પોતાના ગુણસ્થાનકના અધિકારથી ભ્રષ્ટ થાય છે. જેએ સંસારમાં રહીને ધર્મ અને મેાક્ષ આરાધવાની ઇચ્છા કરતા હેાય, તેએ ગૃહસ્થધર્મથી પણ ભ્રષ્ટ થાય છે, માટે ધર્મ અને મેાક્ષ એ બે વર્ગ આરાધવાની ઇચ્છાવાળાએ તા સાધુ થવું જોઇએ અને તે શ્રાવક દશામાં રહેવું હેાય તે ચારે વર્ગના વિવેક રાખવા જોઇએ. જેઓ સાધુ થઇને ધર્મ, અર્થ, કામ અને મેાક્ષ, એ ચાર વર્ગની આરાધના કરવા ઇચ્છે છે, તે પેાતાના સાધુના અધિકારધર્મથી ભ્રષ્ટ થાય છે. સાધુને ચારે વર્ગને વિવેક થાય તેવી દેશના દેવાના અધિકાર છે, પણ આરાધનતા મેક્ષ અને ધર્મ એ બે વર્ગનુંજ કરવું જોઈએ. સાધુવર્ગે છઠ્ઠા ગુણસ્થાનકની આરાધના કરવી જોઇએ. જોકે છઠ્ઠા ગુણુસ્થાનકમાં સંજ્વલનના રાગ અને દ્વેષ, સાધુઓ અને સાધ્વીઓને થાય છે, પણ તેથી સાધુધર્મથી ભ્રષ્ટ થવાતું નથી. જો તે પ્રત્યાખ્યાની આદિ રાગ અને દ્વેષ કરે અને શ્રાવકની સાવધ કરણી કરે તેા સાધુધર્મથી ભ્રષ્ટ થઈ શકે; આવી વ્યવસ્થા પણ વિવેકબુદ્ધિથી અવબાધાય છે.
સાધુનાં પશ્ચમહાવ્રત અંગીકાર કરીને, દ્રવ્ય–ક્ષેત્ર-કાલ અને ભાવપૂર્વક પાળવાં જોઇએ, તે પણ વિવેક દૃષ્ટિથી સમજાય છે. શ્રાવક કરતાં ગુરૂરૂપ સાધુની અનન્તગણી ઉચ્ચતા છે. સાધુવિના ચારિત્રધર્મ, વ્યવહારથી સર્વથા ટકી શકતા નથી, તે પણ વિવેક દૃષ્ટિથી સમજાય છે. ઉન્નતિ અને અવનતિના માર્ગોનું સ્વરૂપ વિવેકદૃષ્ટિથી સમજાય છે. મનુષ્યોમાં ક્યા સદ્ગુણા છે અને કયા દુર્ગુણા છે, તેપણ વિવેકદૃષ્ટિથી સમજાય છે. કયા દેશના કયા આચારો કેટલા અંશે અસત્ય છે તેપણુ વિવેકદૃષ્ટિથી સમજાય છે. વિવેક શક્તિથી મનુષ્યા અનિષ્ટના પરિહાર કરે છે અને ઈષ્ટને સ્વીકાર કરે છે. વિવેકદૃષ્ટિથી મનુષ્યો દુર્ગુણાને છેડીને સદ્ગુણાને અવલંબે છે અને અન્યોને પણ ઉત્તમ માર્ગે ચડાવે છે. પૂર્વના જેના વિશેષ વિવેકદૃષ્ટિધારકા હતા તેથી તેઓએ વ્યાવહારિક અને આત્મિક ઉન્નતિ કરી હતી. પૂર્વના જૈનેા શારીરિક ઉન્નતિમાં શ્રેષ્ઠ હતા તેનું કારણ પણ વિવેકદૃષ્ટિ છે. પૂર્વના જૈને સાત ક્ષેત્રમાં વિવેક દૃષ્ટિથી ધન ખર્ચતા હતા. હાનિકારક માર્ગમાં ધનના ય કરતા નહેાતા. પૂર્વના જૈને દાન દેવામાં અત્યંત વિવેક
ભ. ૨૬
For Private And Personal Use Only