________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૮૧) અવિરતિની પ્રેરણાથી અનેક મનુષ્ય અનેક જાતની સાવધ પ્રવૃત્તિ કરે છે. અવિરતિની પ્રેરણાથી કરે મનુષ્ય યુદ્ધ કરવામાં પ્રવૃત્તિ કરે છે. અવિરતિની પ્રેરણાથી મનુષ્ય જૂઠું બોલવાના પ્રપંચને ત્યાગી શકતા નથી. અવિરતિની પ્રેરણાથી મનુષ્યો અનેક પ્રકારનાં પાપયેત્રોને બનાવે છે. અવિરતિની પ્રેરણાથી મનુષ્ય જગતના સર્વ પદાર્થોને પોતાના કરવા પ્રયત્ન કરે છે. અવિરતિના પરિણામથી મનુ રાત્રી અને દિવસને વિવેક રાખ્યાવિના, આહાર ભક્ષણમાં પ્રવૃત્તિ કરે છે. અવિરતિની પ્રેરણાથી મનુષ્ય ગ્રત અને પ્રત્યાખ્યાનના ખરા સ્વરૂપને ધારણ કરી શકતા નથી, અર્થાત્ આચારમાં મૂકી શકતા નથી. અવિરતિ પરિણુંમથી મનુ કેઈ પણ પ્રકારના પદાર્થોની પ્રાપ્તિથી સન્તોષ પામતા નથી. અવિરતિ પરિણામથી ચારિત્રુ માર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી. અવિરતિ પરિણામથી જાણેલું પણુ આચારમાં મૂકી શકાતું નથી, તેથી સમકિત છતાં ત્રેતાદિક વિરતિના અભાવે અવિરતિપણું કહેવાય છે. અવિરતિથી દેવતાઓ ચારિત્ર માર્ગ ગ્રહણ કરી શકતા નથી. શ્રેણિક રાજા અવિરતિથી ચારિત્રમાર્ગ ગ્રહણ કરી શક્યા નહોતા. અવિરતિથી ઉત્તમ મોક્ષમાર્ગમાં પ્રબલ કારણભૂત ચારિત્રની સન્મુખ ગમન કરી શકાતું નથી. અવિરતિથી પરભાવમાં રમતા થાય છે અને તેથી આમાની ઉચ્ચદશા થતી નથી. અવિરતિ દુઃખની ખાણ છે. અવિરતિથી દુ:ખની પરંપરા ભવભવમાં પ્રાપ્ત થાય છે. અવિરતિપણુનું જીવન ઉત્તમ ગણાતું નથી. અવિરતિ પરિણતિથી અનાદિકાળથી આત્મા દુઃખ પામે અને જ્યાં સુધી એના સમાગમમાં આત્મા વર્તશે ત્યાં સુધી દુઃખ પામશે. કેઈ આત્મા અવિરતિની સંગતિથી સુખી થયો નથી અને થનાર નથી. રાગ અને દ્વેષરૂપ પરભાવના ઘરની અવિરતિ છે, તેથી તે આત્માની ખરેખર શુદ્ધ પરિણતિ નથી, અર્થાત વિભાવદશાથી ઉત્પન્ન થએલી પરિણતિ છે. અવિરતિની પાસે સત્યસુખને બિન્દુ પણ નથી, તેથી અવિરતિની સંગતિ કરનારાઓ સત્ય સુખને બિન્દુપણ પ્રાપ્ત કરી શકતા નથી. અવિરતિની રાંગતિથી આત્મા પિતાના મૂલ સ્વભાવને ત્યાગીને વિભાવને ગ્રહણ કરે છે. અવિરતિની સંગતિથી આત્માના ગુણોને પ્રગટભાવ થતો નથી. દુનિયા અનેક જાતની પાપપ્રવૃત્તિમાં મસ્તાન બનેલી છે અને તેથી તે સત્યસુખની આશા રાખે છે, તે શું બનવાનું છે? અવિરતિ એ દુનિયાના સર્વ જીવોને પોતાના વશમાં રાખ્યા છે અને તે જીવોને પરભાવમાં પ્રવૃત્તિ કરાવ્યા કરે છે, અર્થાત્ તેઓને સુખની લાલચ દેખાડીને પિતાના તાબામાં રાખીને ગુલામ બનાવે છે. અવિરતિના વશમાં રહેલા છ લડે છે, મરે છે, રૂવે છે, કલેશ કરે
For Private And Personal Use Only