________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૫ ).
છે. પરસ્ત્રીનો સંગ કરનાર મૂઢ જાણો. પરસ્ત્રીને સંગી શરીરની ક્ષિીણતા કરે છે અને આયુષ્યની દોરી ટુંકી કરે છે. પરસ્ત્રીને સંગી પિતાની સ્ત્રીના પ્રેમથી ભ્રષ્ટ થાય છે, છેવટે સત્યથી ભ્રષ્ટ થાય છે અને તેથી ઉત્તરેત્તર સદ્ ગુણેનાં પગથીયાંથી નીચે ઉતરે છે. “જે મનુષ્ય એક પાપ કરે છે તે અન્ય પાપ પણ કર્યાવિના રહેતો નથી. પરસ્ત્રીને સંગી મનુબેને ઘાત પણ કરે છે. પરસ્ત્રીને સંગી આંખનું તેજ ઘટાડે છે અને હૃદયને કાળું બનાવે છે, તેમજ અસત્ય વદીને, વાણીને અપવિત્ર બનાવે છે. પરસ્ત્રીનો સંગી મનુષ્ય, સત્યના પ્રકાશથી દૂર રહે છે અને અજ્ઞાનરૂપ અંધકારમાં પ્રવેશ કરે છે. પરસ્ત્રીસંગી, વિષયવાસનારૂપ દુષ્ટ રાક્ષસીઓને ગુલામ બને છે અને તે બ્રહ્મતેજને ધારણ કરવા શક્તિમાન્ થતો નથી. પરસ્ત્રીના સંગથી પુરૂષ, અનેક કુવિચારેના તાબે થાય છે અને તે અભક્ષ્ય ભક્ષણ અને અપેયનું પણ પાન કરે છે. પરસ્ત્રી સંગથી પુરૂષ, પિતાના સન્તાનોને પણ નિલ બનાવે છે અને પ્રાયઃ પિતાની ભવિષ્યની પ્રજાને પણ પોતાના ખરાબ વિચારોને વારસો આપતો જાય છે. પરસ્ત્રી સંગી પુરૂષ-કામનો દાસ બનીને-બે હાથ જોડીને વેશ્યાઓને નમસ્કાર કરે છે અને પોતાનાં અમૂલ્ય પુરૂષ જીવનને ધૂળમાં રગદોળે છે. પરસ્ત્રીને સંગથી પિતાની અમૂલ્ય કાયાને અકસ્માત નાશ કરે છે. પરસ્ત્રી સંગી પુરૂષે દુનિયામાં અનેક કુવિચારે કરીને મનેવર્ગને ખરાબ બનાવે છે અને તેથી તેઓના સમાગમમાં આવનારને પણ તેના જેવા કુવિચારેની અસર થાય છે.
જેઓ પરસ્ત્રીનાં કટાક્ષે સહન કરવાને શક્તિમાન્ થતા નથી, અર્થાત્ કટાક્ષથી બચતા નથી, તેઓ પોતાના ઘરનું શ્રેયઃ કરવા શક્તિભાન થતા નથી. જેઓ હૃદયમાં પરસ્ત્રીની છબી રાખે છે, તેઓ અનરમાં અશાન્તિને ધારણ કરે છે. જેઓ પરસ્ત્રીના રૂપમાં મેહ પામે છે તેના ઉપર મોહ રાજાની ધાડ આવે છે. જેઓ પરસ્ત્રીને દેખી વિકારી બની જાય છે, તેઓ જગતના લોકોના ઉપદ્રવ હરવાને શક્તિમાન બની શકતા નથી. જેઓ પરસ્ત્રીઓને દેખવામાંજ અને તેઓને ભેગવવામાં જ પ્રયતવાનું છે, તેનાથી જગતનું તેમજ પોતાનું ભલું થઈ શકતું નથી. જે પરસ્ત્રી પર થતી અશુભ વિષયવાસનાને તાબે રાખવા સમર્થ થયો નથી, તે પિતાનું તથા પોતાના કુટુંબનું અને જગતનું કલ્યાણ કરવા સમર્થ થતો નથી. જે પોતાની મનોવૃત્તિથી પરસ્ત્રીઓના ભાગમાં સર્વસ્વ માની લે છે, તે સર્વ પ્રકારના કલ્યાણથી દૂર રહે છે.
જે દેશમાં પુરૂષે ઘણું વ્યભિચારી થાય છે અને સાધુઓ, સંન્યા
For Private And Personal Use Only