________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૭ ) થાય છે. સાંખ્યવાદમાં પ્રકૃતિને કરી માનવામાં આવે છે પણ આત્માથી ભિન્ન એવી પ્રકૃતિને આત્માની સાથે સંબધ થયા વિના, શરીરનું ધારવું, જન્મ અને મરણ વગેરેના સંબંધમાં આત્મા આવી શકે નહિ અને તેથી પુણ્ય પાપ વગેરેનો પણ આત્માની સાથે સંબન્ધ ન ઘટવાથી આત્માની પૂર્વ નિર્મલતા અને પશ્ચાતું પણ નિર્મલતા સિદ્ધ કરવાથી તપ, જપ અને વ્રત, વગેરેની સિદ્ધિ થઈ શકતી નથી. આત્માની સાથે કર્મ કહે વા પ્રકૃતિ કહો વા માયા કહો, તેને સંબન્ધ થાય તે જ સુખ દુઃખને કર્તા તથા ભેતા આત્મા સિદ્ધ કરી શકે. આત્માની સાથે કર્મનો સંબંધ અનાદિ કાળથી છે, આત્મા નિત્ય છે અને તે અનાદિ અનંત છે. આત્માની સાથે અનાદિ કાળથી કર્મ લાગ્યાં છે. વેદાન્તીઓ પણ આત્માને નિત્ય માને છે અને પ્રારબ્ધ, સંચીયમાન અને ક્રિયમાણુ એ ત્રણ પ્રકારનાં કર્મ માને છે, તે વિષે ભગવદ્ગીતામાં પ્રતિપાદન કર્યું છે. આત્માની સાથે કર્મને સંબન્ધ માન્યાવિના ઉચ્ચત્વ, નીચત્વ, સુખ અને દુઃખ, વગેરે ઘટી શકતું નથી, યુરોપ અને અમેરિકા દેશમાં પણ કર્મનો સિદ્ધાન્ત મનાવા લાગ્યો છે. કર્મવિના આત્માને પુનર્જન્મ સંભવતો નથી. બૌદ્ધો પણ અમુક અપેક્ષાએ કર્મવાદને સ્વીકાર્યાવિના રહેતા નથી. જેને ઈશ્વરે કર્મ લગાડ્યાં એમ તે કઈ રીતે સિદ્ધ થતું નથી. ઈશ્વર રાગ અને દ્વેષરહિત છે તેથી તે કોઈને કર્મ લગાડવાની જંઝાલમાં પડતું નથી. કર્મનો કર્તા આત્મા છે, એમ અનેક રીતે સિદ્ધાત સિદ્ધ થાય છે. અદ્વૈતવાદિ સર્વત્ર વિરું ગ્રહનેદ નાનાસિત વિઝન આ શ્રુતિવડે બ્રહ્મવિના કશું કંઈ નથી એમ સિદ્ધ કરે છે, તે પણ તેને અસત એવી માયાનો સ્વીકાર કરવો પડે છે અને પ્રારબ્ધાદિ કર્મને પણ સ્વીકાર કરવો પડે છે. અદ્વૈતવાદીને પણ માયા કહો કે, કર્મ કહો તે તેને માનવું પડે છે. પૌરાણિક પણ કર્મનું નીચે પ્રમાણે પ્રતિપાદન
| ઋોવા यथा यथा पूर्वकृतस्य कर्मणः फलं निधानस्थमिवावतिष्ठति । तथा तथा तत्प्रतिपादनोद्यता, प्रदीयहस्तेव मतिः प्रवर्तते ॥ यद्यत् पुराकृतं कर्म, न स्मरन्तीह मानवाः । तदिदं पाण्डवश्रेष्ठ, देवमित्यभिधीयते ॥ १ ॥ મુહિતાન્ય મિત્રો, સુજાત વI न हि मे तत् करिष्यन्ति, यन्न पूर्वकृतं त्वया ॥२॥ પુરાણોમાં આ પ્રમાણે કર્મને પ્રતિપાદન કરનારા ઘણું
કે
For Private And Personal Use Only