________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૬૩) અંજનથી સ્પતિ થએલી દષ્ટિવડે, પિતાના આત્મામાં જ પરમાતમાને દેખે છે. શરીર, મન અને વાણી વગેરેને પિતાનાં માનવાં તે તો આ રેપમાત્ર છે. આત્માવિના સર્વ જડ વસ્તુઓ પિતાની નથી. પિતાનું શુદ્ધસ્વરૂપ પ્રાપ્ત કરવું જોઈએ. શ્રીમદ્ આનન્દઘનજી મહારાજા કથેછે કે, આનન્દનું ઘનરૂપ આત્મતત્વ તેજ સત્ય છે, માટે આત્મદષ્ટિથી આત્માને નિહાળવો જોઈએ.
પદ્ ૧૬.
(રાજ ચા.) बालुडी अबला जोर किश्युं करे, पिउडो परघर जाय । पूरवदिसि पश्चिम दिशि रातडो, रविअस्तंगत थाय.॥ बालु० ॥१॥
ભાવાર્થ-રમતા સ્ત્રી પિતાના સ્વામિના મિત્ર એવા વિવેકને થે છે કે, હે વિવેક ! તું વારંવાર થે છે કે, તે પિતાના સ્વામિને અવિરતિ સ્ત્રીના ઘેર કેમ જવા દે છે? કેમ વારતી નથી? તેના ઉત્તરમાં કહેવાનું કે હું હજી નાની છું, તેથી હું તેમની આગળ શું જેર કરી શકું? મારા સ્વામિ આગળ મારું કશું કંઈ ચાલતું નથી, હને જે દુ:ખ પડે છે તે હું જ જાણું છું.
મારું દુઃખ કેઈનાથી દેખ્યું જાય તેમ નથી, દુનિયામાં પ્રકાશક સૂર્ય પણ ઉગતી વખતે જ મારું દુઃખ દેખીને અને મારા સ્વામિની નિષ્ફરતાને દેખીને, લાલચોળ બની જાય છે. સૂર્ય દુનિયાને ભલા માટે પ્રકાશ આપે છે. કેઈ અનીતિથી ચાલે છે તો તે સહન કરી શકતો નથી. સત્યને પક્ષ લેનાર આખી દુનિયા છે તે દુનિયાની ચક્ષુભૂત એ સૂર્ય પણ મારું દુઃખ અને પતિની અનીતિ દેખી લાલચાળ બને તેમાં શું આશ્ચર્યું? પ્રાતઃકાલમાં સૂર્ય પિતાની રક્ત પ્રભા જણાવીને સૂચવ્યું કે હે ચેતન ! તું અનીતિનો માર્ગ ત્યજીને પિતાની સ્ત્રીના ઘેર રહે, હવે હું ઉ છું એટલે તું પણ અજ્ઞાન નિદ્રાનો ત્યાગ કરીને–જાગ્રત થઈ પોતાની ખરી સ્ત્રીના ઘેર જા; એમ સૂર્યનું સૂચવન ખરેખર વાસ્તવિક હતું, તે પણ ચેતને હિસાબમાં ગણ્યું નહિ. સૂર્ય એક આથમવાની તૈયારી કરવા લાગ્યો તોપણ ચેતને પોતાનું કહ્યું માન્યું નહિ; એમ જાણીને ક્રોધથી જાણે લાલચોળ બન્યો હોય, એવો સૂર્ય પણું હારું દુઃખ દેખીને અસ્તગત થયો.
સમતા કથે છે કે, હે વિવેક ! મારા પતિ મહેને મૂકીને અન્યના પર આસક્ત થાય છે તેમાં તેમની જ હાનિ છે. જગતમાં મોટા મોટા
For Private And Personal Use Only