________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org...
.....__Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ ) આપું. સારાંશ કે કઈ અતિશય ધારક મુનિ ગુરૂવચ્ચે કૃપાદૃષ્ટિ કરીને એ બધ આપે છે, જેથી પૂર્વકમ ભેગવ્યા પશ્ચાત્ નવીન પરંપરા વૃદ્ધિરૂપ વ્યાજ થાય છે તેનાથી મારે છૂટકે થાય. પૂર્વકૃત કર્મના વિપાકેદય જોગવતાં નવીન કમે બંધાય નહીં એવી દશા કરાવી આપે. મૂળ કર્મનાં કાંધાં કરી આપે તે સર્વ કર્મને ભેગવી કર્મનું દેવું સર્વથા ચૂકવું એમ પ્રતિજ્ઞાપૂર્વક કથું છું.
हाटडु मांडं रुडा माणक चोकमा रे, साजनीयांनुं मनडु मनाय ॥ आनन्दघन प्रभुशेठ शिरोमणि रे, बांहडी झालजोरे आय ॥
ભાવાર્થ-શ્રીમદ્ આનન્દઘન કર્થ છે કે, આ પ્રમાણે કઈ મુનિરાજ કર્મનાં કાંધાં કરી આપે અને વ્યાજ છેડાવે તે વિવેકરૂપ માણેકચોકમાં ધર્મનું મહાત્ હાટ (દુકાન) માંડું અને ક્ષમા, માદેવ આર્જવ, મુકિત (નિર્લોભતા.) તપ, સંયમ, સત્ય, શૌચ, અકિચ્ચનતા અને બ્રહ્મચર્યરૂપ સ્વજનોનું મન મનાવીને મારે વ્યાપાર શરૂ કરૂં. શ્રીમ આનન્દઘનજી મહારાજે દીક્ષા અંગીકાર કરી હતી, તેથી તેઓશ્રી કહે છે કે, ચારિત્રમાં વિશેષ સ્થિર થાઉં અને સિદ્ધાન્તોને વિશેષતઃ અભ્યાસ કરું, પ્રમાદ દશા ટાળીને અપ્રમત્ત ગુણઠાણે રહું, જ્ઞાન દર્શન અને ચારિત્રની રૂડી રીતે આરાધના કરું, નવીન કર્મ બાંધું નહીં અને પૂર્વકૃત કર્મની નિર્જરા કરૂં. વૈરાગ્ય ભાવનાવડે સવે ગુણેની પુષ્ટિ કરું, ઉસૂત્ર પ્રરૂપણું ન થાય અને જૈનાગ પ્રમાણે સમ્યફ પ્રરૂપણારૂપ પ્રમાણિકપણુની વૃદ્ધિ કરીને, મૃતધર્મ અને ચારિત્ર ધર્મની આરાધના કરું. શ્રી વિરપ્રભુનું ચતુર્વિધ સંઘરૂપ શાસન એકવીશ હજાર વર્ષ પર્યત ચાલશે એમ નિશ્ચય છે. સાધુરૂપ ગુરૂને કદી નાશ થવાને નથી. સાધુરૂપ ગુરૂ થયાવિના ષકાયની રક્ષા થઈ શકતી નથી, માટે સાધુપણામાં મારે સમ્યક પ્રકારે ધર્મ ધનનો વ્યાપાર વૃદ્ધિ પામે તેમ વર્તવું જોઈએ; એમ તેમના હૃદયની ભાવના હોય તેમ લાગે છે. શ્રીમદ્ આનન્દઘનજી કહે છે કે, આનન્દના ઘનભૂત એવા ત્રણ ભુવનના સ્વામી સર્વ પ્રકારના ધર્મમાં શ્રેષ્ઠ શિરોમણિ એવા, હે તીર્થંકર પરમેશ્વર ! તમે મારી બાંહ્ય આવીને ઝાલે, અર્થાત્ મને ધર્મ વ્યાપારમાં સહાય કરે અને મને ક્ષાયિક ધર્મ ઋદ્ધિથી ભરપૂર આપના જે શ્રેષ્ઠ બનાવે; હું આપનું અવલંબન લઉં છું.
ભ. ૨૧
For Private And Personal Use Only